મર્ડર, ધાડ, લુંટ જેવા ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

352

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમીરાહે આધારે વડોદરા સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૫૫/૨૦૦૩ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૫, ૩૯૭ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ફકીરા ઉસ્માનભાઇ ઉર્ફે અલુ કેસર લાડક જાતે સંધી ડફેર ઉ.વ.૬૦ રહે.મુળ ગામ-પડાણા તા.ધંધુકા જી.અમદાવાદ, હાલ-સરદાર આવસ પાસે, ફોરેસ્ટ ગોદામ પાસે દંગામાં વલ્લભીપુર જી.ભાવનગર વાળાને ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

સદરહુ આરોપી છેલ્લા ઘણા વરસોથી પોતાનુ નામ અલ્લુ કેસર ધારણ કરીને પોતાની ઓળખ છુપાવીને વલ્લભીપુરમાં રહેતો હતો જેને આર.આર.સેલ તથા પેરોલ ફર્લો ટીમ એ આબાદ ઝડપી પાડેલ છે   આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરી ડી.ડી,.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બી.કે.આહીર તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.