વિશ્વની નંબર-૧ ટીમ માત્ર પિચના ભરોસે ન રહી શકે : ભારત અરૂણ

0
221

ભારતીય બોલિંગ કોચ ભારત અરૂણે કહ્યું કે, વિશ્વની નંબર ૧ ટીમ માત્ર પિચના ભરોસે ન રહી શકે પરંતુ દરેક સ્થિતિમાં સારૂ પ્રદર્શન કરે છે.

અરૂણ પોતાના બોલરોના પ્રદર્શનથી ખુશ છે કે તેણે પોતાના કૌશલ્યથી પિચની પ્રકૃતિની અસર પોતા પર પડવા દીધી નથી. શમીએ વિશાખાપટ્ટનમમાં આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં નીચી અને ધીમી પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું જ્યારે પિચ સ્પિનર ફ્રેન્ડલી હોવાની આશા હતી જેના પર અશ્વિને સાત વિકેટ ઝડપી જ્યારે બેટ્‌સમેનોને મદદ મળી રહી હતી.

આફ્રિકાની સાથે બીજી ટેસ્ટ મેચ પહેલા તેમણે પત્રકારોને કહ્યું, ’અમને જે વિકેટ મળે છે, અમે તેની માગ કરતા નથી. અમને વિશ્વની નંબર એક ટીમ બનવા માટે જે પણ પરિસ્થિતિ મળે, તેને ઘરેલૂ સ્થિતિના રૂપમાં સ્વીકાર કરવી પડશે.’

તેમણે કહ્યું કે, અમે પરિસ્થિતિઓ પર નિર્ભર રહેવાની જગ્યાએ અમારી કળા પર ધ્યાન આપી રહ્યાં છીએ. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું, ’જ્યારે અમે વિદેશમાં જઈએ તો વિકેટ પર ધ્યાન આપતા નથી. અમે તેને ઘરેલૂ સ્થિતિના રૂપમાં જોઈએ છીએ કારણ કે વિકેટ બંન્ને ટીમો માટે સમાન છે. અમે વિકેટ પર ધ્યાન આપવાની જગ્યાએ અમારી બોલિંગ પર કામ કરીશું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here