ભાવનગર જિલ્લાના પ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
315

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિતા તેમજ સંવેદનશીલતાનો અભિગમ કેળવાય તે બાબત ધ્યાને લઇ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો તેમજ આવશ્યક સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી જિલ્લા વહિવટી તંત્ર ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાના ક્લસ્ટર મુજબના મુખ્ય મથકો એ સેવાસેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ભાવનગર તાલુકાના ભુતેશ્વર ગામે, શિહોર તાલુકાના પાડાપાણ ગામે, પાલિતાણા તાલુકાના નાની પાણીયાણી ગામે મહુવા તાલુકાના જાંબુડા ગામે તેમજ જેસર તાલુકાના દેપલા ગામે સવારના ૯.૦૦ કલાક થી જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની રાહબરી હેઠળ ભાવનગર જિલ્લાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભાવનગર જિલ્લાના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, મા અમૃતમ, વાત્સલ્ય કાર્ડ, સિનિયર સિટિઝન કાર્ડ, નિરાધાર વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, ડોમીસાઈલ સર્ટીફીકેટ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જન્મ મરણ પ્રમાણપત્ર, આવકનો દાખલો, ઇ.બી.સી દાખલો, પશુપાલન, સામાજિક વનીકરણ, ઉજવલા ગેસ યોજના અંતર્ગત ગેસ કનેક્શન, મેડીકલ કેમ્પ વગેરે જેવી સેવાઓ કાર્યક્રમના સ્થળે જિલ્લા વહીવટીતંત્ર તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ હતી અને સ્થળ પર જ જરૂરી પ્રમાણપત્રો તેમજ દાખલાઓ લોકોને એનાયત કરાયા હતા જેનો ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here