તગડી પાસે ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

25836

ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ૨ મહિલા સહિત ૪ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજ્યા હતા જ્યારે ૧ ને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં કરુણ મોત નિપજેલ વ્યક્તિઓના બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોના હદયદ્રવી ઉઠ્યાં હતાં.

આ હ્રદય દાવક કરુણાંતીકા અકસ્માત અંગેની મળતી વિગત અનુસાર ધંધુકા – બરવાળા હાઈવે ઉપર ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે તા.૧૨/૦૯/૨૦૧૯ ના રોજ વહેલી સવારના ૫ઃ૦૦ વાગ્યાના અરસામાં ટ્રક નંબર : જી.જે.૩૨.ટી.૭૪૩૭ તેમજ હ્યુન્ડાઇ આઇ.૧૦ કાર નંબર : જી.જે.૦૫.જે.આર.૨૫૨૬ વચ્ચે ધડાકાભેર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાંં સવાર ૫ વ્યકિતને લોહીયાળ ઇજાઓ પહોચતા હાઈવે રોડ રક્તરંજીત બન્યો હતો આ બનાવને પગલે ઇજાગ્રસ્તોની ચિચિયારીયોથી વાતાવરણ દ્રવી ઉઠ્યુ હતુ.જેમાં ચાર વ્યકિતઓને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજ્યા હતા જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોચતા ધંધુકા ઈમરજન્સી ૧૦૮ ના ઇ.એમ.ટી. હર્ષદભાઈ મુલાણી તેમજ પાયલોટ વનરાજસિંહ વાળા દ્વારા ધંધુકા આર.એમ.એસ.હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક મળી ગયા બાદ ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા ધંધુકા પોલિસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવમાં ભોગ બનેલ વ્યકિતઓના પી.એમ. ધંધુકા રેફરલ હોસ્પીટલ ખાતે કરાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ધંધુકા પોલિસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ રક્તરંજીત અકસ્માત અંગે મળતી વિગત અનુસાર બુટાણી પરિવાર સુરતથી સાળગંપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા એ સુમારે ધંધુકા તાલુકાના તગડી નજીક રોડ ઉપર ઉભેલા કાળમુખા ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના બે મહિલા સહિત ચાર વ્યક્તિના ઘટનાસ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજ્યા હતા.વહેલી સવારે હાઇવે બનેલી ઘટના નજરે જોનારા લોકોના હ્રદયને કંપાવી દીધા હતા જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ ધંધુકા ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં ભોગ બનનાર પરિવાર મૂળ જૂનાગઢના માણાવદર ગામના રહિશ છે અને હાલ સુરત સ્થાપી થયેલો છે.

Previous articleપાલિતાણાના ઘેટી ગામે ખેડૂત શિબિર, વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજાયો
Next articleમોદીના સ્વચ્છ અભિયાન પર બોલ્યા પ્રકાશ રાજ,નેતાઓની સુરક્ષા ક્યાં ગાયબ થઇ ગઇ?