આજથી શરૂ થતાં આશ્વિન માસમાં કૃષ્ણ પક્ષનાં પખવાડિયાના દિવસોનું પંચાંગ-વિવરણ

807

આવતીકાલ તા. ૧૪-૧૦-૧૯(સંવત ર૦૭પ શાકે ૧૯૪૧ જૈન સંવત રપ૪પ-શરદ ઋતુ)થી પ્રારંભ થઈ રહેલ અશ્વિન માસનો કૃષ્ણપક્ષ તા. ર૮-૧૦-૧૯ સોમવતી – માવાસ્યાને દિવસે પુર્ણ થાય છે. જયારે ઉત્તર ભારત, વ્રજ તથા રાજસ્થાનમાં કાર્તિક માસનો કૃષ્ણ પક્ષ પ્રારંભ થશે.

દિન વિશેષતાની દ્રષ્ટિએ તા. ૧૪ પંચક – સમાપ્તિ ક. ૧૦-ર૧ તા. ૧પ મંગળ- અશ્વિની અમૃતસિધ્ધિ યોગ બપોરે ક. ૧ર-૩૧ સુધી તા. ૧૬ ત્રીજ વૃધ્ધિતિથિ, પારસી  ખરોદાદ (૩) પ્રારંભ તા. ૧૭  સંકષંટ- ચતુર્થી (ચન્દ્રોદય ક. ર૦ મિ. ૪ર) સુર્ય તુલા રાશિમાં ક. રપ-૦૪ તા. ૧૮ કાવેરી સંક્રમણ સ્નાન તા. ૧૯ મુસ્લિમ ચેલમ તા. ર૧ આકળનો ક્ષય – કાલાષ્ટમી તા. ર૩ મુસ્લિમ – આખિરી ચહર શામ્બા તથા હેમંન્ત ઋતુ પ્રારંભ, બુધનો વૃશ્વિક રાશિમાં પ્રવેશ, તા. ર૪ રમા એકાદશી તા. રપ વાઘ બારસ – ધનતેરસ – યમદિપદાન – ધન્વંતરી જયંતિ તા. ર૬ કાલી ચૌદસ – શિવરાત્રી તા. ર૭ નરક-ચતુર્દશી – અભ્યંગ સ્નાન – દર્શ અમાવાસ્યા – લક્ષ્મી કુબેર – પુજન – દિવાળી જૈન મહાવીર નિર્વાણ દિન મુસ્લિમ શહાદને ઈમામ-હુસેન.

ચાતુર્માસના કારણે હાલ લગ્ન – વિવાહ – વાસ્તુપુજન યજ્ઞોપવિત કે કળશ- સ્થાપન યા ખાતુમુહર્ત માટે  કોઈ શુભ દિવસો નથી. આવતા મહિને તા. ર૦-નવેમ્બર ૧૯થી પુનઃ લગ્ન-સ્ઝન પુર બહારમાં શરૂ  થઈ રહી છે.

પ્રયાણ – મુસાફરી – મહત્વની મિટીંગો – ખરીદી- વેચાણ કોર્ટ કચેરી – દસ્તાવેજી કે તેવા અન્ય રોજબરોજના નાના મોટા મહત્વના કાર્યો માટે મહત્વના નિર્ણયો માટે તા. ૧૪ , ૧૮ ,ર૭, ર૮ શુભ, તા. ૧પ, ૧૯, ર૩, ર૪, રપ મધ્યમ તથા તા. ૧૬, ૧૭, ર૦, ર૧, રર, ર૬ અશુભ ગણાય. ખગોળ રસિકો માટે આ પક્ષમાં તા. ૧૮ ચન્દ્ર – રોહિણી યુતિ, તા. ર૧ ચંન્દ્ર- પુનર્વસુ યુતિ તથા તા. ર૩ ચંન્દ્ર – મધં યુતિ મહત્વની ગણાય.

ગોચરના ગ્રહો જોઈએ તે ચંન્દ્ર પોતાનું મીન રાશિથી તુલા રાશિ સુધીનું ભ્રમણ પુર્ણ કરશે. સુર્ય કન્ય- તુલા રાશિમાં મંગળ  કન્યા રાશિમાં, બુધ -તુલા – વૃશ્વિક રાશિમાં, ગુરૂ વૃશ્વિક રાશિમાં, શત્રુ તુલા રાશિમાં, શનિ ધનરાશિમાં, રાહુ મિથુન રાશિમાં, હર્ષલ મેષ રાશિમાં (વક્રી) નેપ્ચ્યુન કુંભ રાશિમાં (વક્રી) તથા પ્લુટો ધનરાશિમાં ભ્રમણ કરશે.  સુર્ય પોતાની નીચ રાશિમાં નીચસ્થ બન્યો છે. શુક્ર પણ (અન્યોન્ય થકી) નીચ બન્યો છે. મંગળ-બુધ વચ્ચે રાશિ પરિવર્તન યોગ થયો છે.

વાચક મિત્રો ચોપડા-પુજનના મુહુર્તો માટે અવાર-નવાર ફોન કરે છે. તે દિવાળીના નવા વર્ષના ચોપડાના શુંભ મુહુર્તો આ પ્રમાણે છે. નવા વર્ષના ચોપડા બનાવવા માટે તા. રર (સવારે ૦૯- ૩૩ થી ૧૩-પ૦, તથા બપોરે ક. ૧પ-૧૬ થી ૧૬-૪ર), તા. ર૬ કાળી ચૌદસને દિવસે તેમજ રાત્રે ભૈરવ – બટુક- વીર- હનુમાન – મહાકાલી અને દશ મહાવિદ્યાની આરાધના માટે સવારે ૦૮-૦૮થી ૦૯-૩૩, બોપરે ક. ૧ર-ર૪ થી ક. ૧૬-૪૦, સાંજે ક. ૧૮-૦પ થી ૧૯-૪૦ મોડી રાત્રે ક. ર૧-૧પ થી રપ-પ૯ શુભ છે. તા. ર૭ દિવાળીને દિવસે શારદાપુજન – ચોપડા પુજન માટે શુભ સમય સવારે ક. ૦૮-૦૮ થી ૧ર-ર૪, સવારે ક. ૧૩-૪૯ થી ૧પ-૩૦, સાંજે ક. ૧૮-૦૪ થી રર-૪૯ તેમજ મોડી રાત્રે ક. રપ-૪૦ થી ર૭-પ૦ શુભ છે.

નવા વર્ષમાં પેઢી-દુકાન -ફેકટરી કે ઓફિસ વિગેરે ખોલવા માટે કાર્તિક શુદ ૦૩ બુધવાર તા. ૩૦-૧૦-૧૯ સવારે ૬-૪પ થી ૦૯-૩૪, તથા ક. ૧૦-પ૯થી ૧ર-ર૪ શુભ – ઉત્તમ છે. અગર તો લાભ પાંચમ-કાર્તિક કશુદ ૦પ તા. ૦૧-૧૧-૧૯ અ. ક. ૦૬-૪૬થી ક. ૧૦-પ૯, તથા ક. ૧ર-ર૩ થી ૧૩-૪૮ શુભ છે.

ખેડુત મિત્રો તથા ગ્રામ્ય જનતા માટેના શુભ મુહુર્તો દર પંદર દિવસે આ વિભાગમાં આપવામાં આવે છે. ગ્રામજતા તથા ખેડુત મિત્રોએ ખેતીમાં સારા પાકની ઉપજ મેળવવા માટે આ મુહુર્તોનો લાભ લેવા સુચન છે.

આ પક્ષમાં હળ જોડવા માટે તા. ૧૪-૧૮-રપ શુભ છે. આ પક્ષમાં રીંગણા – ડુંગળીના રોપા મરચા, મેથી ધાણા, જવ, ઘઉં, ચણા, વાલ, રાજગરો તથા તેવા અન્ય શિયાળુ પાકના વાવેતર કરવાનું વિશેષ મહત્વ્‌ છે. અનાજની વાવણી- રોપણી કે બીજ વવા માટે તા. ૧૮, ર૩, ર૪, રપ અનાજની કાપણી, લણણી કે નિંદામણ માટે તા. ૧૮, ર૦, ર૩, ર૪, માલ વેચવા માટે તા. ર૩-ર૪, થ્રેસર – ઉપનેર દ્વારા ધાન્ય અનેભ ુસો અલગ કરવા માટે તા. ૧૪, ૧૮, ર૪ માલ ખરીદી માટે તા. ૧૪ તેમજ ઘર-ખેતર ભુમિની લેવડ દેવડ માટે આ માસમાં તા. ૧૪ શુભ છે. દિવાળી પછી કાર્તિક – માગશરમાં ઘર-ખેતર ભુમિની લેવડ દેવડ માટે કોઈ સંતોષકારક મુહુર્ત આવતાં નથી જેની નોંધ લેવી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગર શિશુવિહાર ખાતે સંગીત પ્રેમીઓએ માણ્યો સુરીલો કાર્યક્રમ