દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફીક નિયમન અંગેનુ જાહેરનામુ બહાર પાડતા કલેકટર

395

આગામી તા.૨૭/૧૦ના રોજ દિવાળીના તહેવાર નિમિતે ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ધસારો થવાની સંભાવના હોય, જેના અનુસંધાને ટ્રાફીકનું નિયમન કરવાની જરૂર જણાતાં ઉમેશ વ્યાસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભાવનગર શહેરમાનાં મોતીબાગ થી ધોધાગેટ, ઘોઘાગેટથી ખારગેટ સુધીનો રસ્તો બન્ને તરફ, શેલારશા ચોકથી હેરીશ રોડ સુધી બન્ને તરફ, બાર્ટન લાઈબ્રેરીથી વોરાબજાર સુધી બન્ને તરફ, ગોળબજારથી જમાદાર શેરી સુધી બન્ને તરફ, હેવમોર ચોકથી ગંગાજળીયા તળાવ થી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, હાઈકોર્ટ રોડ, જે.કે. રેસ્ટોરન્ટથી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, પીરછલ્લા રોડ ગૃહલક્ષ્મી વસ્તુભંડારથી ટી.બી.જૈન ગર્લ્સ હાઈસ્કુલ સુધી બન્ને તરફ, આ રૂટ પર સાયકલ સહિત ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રસ્તાઓને તા.૨૩/૧૦/૨૦૧૯ થી તા.૨૭/૧૦/૨૦૧૯ના કલાક ૧૬-૦૦ થી ૨-૦૦ કલાક દરમ્યાન તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતુ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. આ જહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) મુજબ સજાને પાત્ર થશે. મહેસુલ, પંચાયત, હોસ્પિટલ, વીજળી, ફાયરબ્રિગેડ,પોસ્ટલ વાહનો, ડેરી વાહનો, પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મિડીયા વગેરે જેવી આવશ્યક સેવાઓને, સંબંધીત સ્ટાફને આ જહેરનામું લાગુ પડશે નહી.

Previous articleટ્રેનની અડફેટે બે મહિલા અને બાળકી સહિત ત્રણના મોત
Next articleતળાજાના રક્ષા શુક્લને સ્વ. રીટાબહેન ભટ્ટ પારિતોષિક