રાણપુરની રૂ.અ.શેઠ કન્યાશાળામાં રંગોળી-દિવડા સ્પર્ધા યોજાઈ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

496

બોટાદ જીલ્લાના રાણપુરમાં રૂ.અ.શેઠ કન્યાશાળા ખાતે રંગોળી-દિવડા બનાવવાની સ્પર્દ્યા યોજાઈ હતી.હાલમાં ચાલી રહેલા દિવાળીના તહેવાર અનુસંધાને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા તથા કલાત્મકતા વિકસે તથા વિદ્યાર્થીઓનો રસ અને ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી રૂ.અ.શેઠ કન્યાશાળામાં રંગોળી સ્પર્દ્યા અને કલાત્મક દિવડા બનાવવાની સ્પર્દ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ધોરણ ૬ થી૮ ની તમામ બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્દ્યા દરમ્યાન રાણપુર તાલુકાના કેળવણી નિરીક્ષક જીતેન્દ્રસિંહ લીંબોલાએ હાજરી આપી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રોત્સાહક ભેટ આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ સ્પર્દ્યામાં ભાગ લેનાર તમામ બાળાઓને કેળવણી નિરીક્ષક જીતેન્દ્રસિંહ લીંબોલા અને રૂ.અ.શેઠ કન્યાશાળાના આચાર્ય બીપીનભાઈ જાદવ સહીત શાળાના સ્ટાફ પરિવાર દ્રારા અભિનંદન આપવામાં આવ્યા હતા..

Previous articleટોપ થ્રી સર્કલ પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી એલસીબી
Next articleઅપહરણના ગૂન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી