રાણપુર તાલુકામા કમોસમી વરસાદ ખાબકતા ખેડુતોના ઉભા પાકને મોટુ નુકશાન

615

રાણપુર તાલુકાના ખેડુતો ચિંતત 1 થી 2 ઈંચ સુધી મુશળધાર વરસાદ પડતા ખેડુતોના ખેતરોમા પાણી ભરાયા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામા કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમા વરસાદી પાણી ભરાય જવાથી ખેડુતોના ઉભા પાકને નુકશાન થતા જગતના તાત તરીકે ઓળખાતા ખેડુતો ને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.માટે આ અંગે તંત્ર દ્વારા વહેલીતકે સર્વે કરી સહાય કરવામા આવે તેવુ ખેડુતો માંગ કરી રહ્યા છે.રાણપુર તાલુકામા ભાઈબીજ અને તા. 2 નવેમ્બરના રોજ વાતાવરણમા પલટો આવ્યા બાદ કમોસમી 1 થી 2 ઈંચ સુધી વરસાદ ખાબકતા ખેડુતોના ખેતરોમા પાણી ભરાય જવાથી ખેડુતોનો તૈયાર થયેલ પાક કપાસ, તલ, જુવાર, જીરૂ અને એરંડાના પાકને મોટુ નુકશાન થયુ છે જેના લીધે ખેડુતોને આ તૈયાર થયેલ પાકને મોટુ નુકશાન થતા લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે અને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. આ અંગે ખસ ગામના ખેડુત અગ્રણી બળવંતસિંહ દાયમાએ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકામા 1 થી 2.5 ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા તાલુકાના ગામડાઓ ખસ, બગડ, અળવ, કુંડલી, પાણવી, રાજપરા, સુંદરીયાણા, નાનીવાવડી, મોટીવાવડી, સહિતના મોટાભાગના ગામડાના ખેડૂતોના ખેતરોમા પાણી ભરાય ગયા છે. જેના લીધે ખેડુતોના પાકને મોટુ નુકશાન થયુ છે. ખેડુતોને આ પાક તૈયાર કરવામા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વરસાદના લીધે ખેડુતોનો પાક નિષ્ફળ જતા ખેડુતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા વહેલીતકે આ વિસ્તારમા સર્વે કરી ઘટતુ કરવામા આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો : છઠ્ઠીએ ત્રાટકી શકે છે ?
Next articleસમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ