મુસ્લિમ એકતા મંચ દ્વારા મહુવા માં કલેક્ટર ને આવેદન પત્ર પાઠવું

766
મુસ્લિમ એકતા મંચ ગુજરાત ના અધ્યક્ષ અને સોંરાષ્ટ્ર ના સામાજિક યુવા અગ્રણી ઇમ્તિયાઝ ભાઈ પઠાણ ને છેલ્લા થોડા દિવસો થી ફોન પર મળી રહેલ ધમકી ના પગલે મહુવા મુસ્લિમ એકતા મંચ ના તમામ સભ્યો અને સમાજ ના યુવાનો અને વડીલ આગેવાનો દ્વારા આજ રોજ મહુવા કલેક્ટર સાહેબ ને રોષ ભેર આવેદન પત્ર પાઠવ્યુ હતું
                આવેદન માં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જામનગર ની મુસ્લિમ યુવતી નું અપહરણ અસામાજિક તત્વો દ્વારા કરવા માં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા.. ઉલ્ટા ચોર કોટ વાલ કો દાંતે.. તેમ બનાવ ની ગંભીરતા સમજ્યા વગર યોગ્ય કાર્યવાહી નહિ થતા આ અંગે મુસ્લિમ એકતા મંચ ના ઇમ્તિયાઝ ભાઈ પઠાણ દ્વારા જામનગર એસ પી સાહેબ ને રજુવાત કરી ને ન્યાંયીક તપાસ ની માંગ કરતા એસ પી સાહેબ દ્વારા તપાસ નો દોર શરુ કરતા અસામાજિક તત્વો દવારા સામાજિક આગેવાન અને સમાજ માટે લડત આપતાં ઇમ્તિયાઝ પઠાણ ને ફોન પર ફરિયાદ પછી ખેંચી લેવા કહ્યું અને નહીંતર જાન થી મારી નાખવા  ની ધમકી ભર્યા ફોન આવી રહયા છે ત્યારે સમગ્ર ગુજરાત ના યુવાનો માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક તાલુકા લેવલે આવેદન સહીત ના કાર્ય કર્મો યોજી ને યોગ્ય કરવા માંગ કરવા માં આવી રહી છે અને ઇમ્તિયાઝ પઠાણ ને પોલીસ પ્રોટેક્શન આપવા ની માગ ઉભી થઇ છે
      આ તકે મુસ્લિમ એકતા મંચ ના સાજીદ ભાઈ. આસિફ ભાઈ લાઇન… એડવોકેટ મુજબિન સોરઠીયા.. વસીમ ભાઈ. આસિફ ભાઈ રંગોળી. સહીત અનેક આગેવાનો યુવાનો જોડાયા હતા…..
તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી
Previous articleસંભવિત મહા વાવાઝોડાની સામે સલામતી માટે દરિયાપટ્ટીના વિસ્તારની મુલાકાત લેતી એનડીઆરએફની ટીમ
Next articleહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પશ્ચિમ ઝોનની એન.એસ.એસ.ની શિબિરમાં શિક્ષણ મંત્રીશ્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયા