ઘોઘા ખાતે હજરત કાજી મહંમદ શા વલી ઉર્ફે ભંગણશા પીરના ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવી

576


ઘોઘા માં દરિયાની વચ્ચે આવેલ હજરત કાજી મહંમદ શા વલી ઉર્ફે ભંગણશા પીરનું સંદલ શરીફ વાજતે ગાજતે ઘોઘા ના મુખ્ય માર્ગો પર ફર્યું હતું,ત્યાર બાદ નિયાઝ (પ્રસાદી) નું આયોજન કરવામાં આવ્યું હતું
આ દરગાહ દરિયાની વચ્ચે આવેલ છે છતાં પણ દરિયામાં ગમે તેવી મોટી ભરતી હોય તો પણ દરગાહ ના ઓટલા પર ક્યારેય દરિયાના પાણી આવતા નથી,તેમજ અહીંયા એક પથ્થર છે જેના પર નાનો પથ્થર મારવાથી સિક્કા નો અવાજ આવે છે અને આ પથ્થર જેનું દિલ સાફ હોય તેના થી જ ઉપડે છે અને આ પથ્થર ઉપાડનાર ની મનોકામના પણ પૂર્ણ થાય છે


હિન્દૂ-મુસ્લિમ કોમી એકતા ના દર્શન અહીંયા થાય છે આ ઉર્ષ ઘોઘા ના મફતનગર વિસ્તાર માં રહેતા કોળી સમાજ ના યુવાનો દ્વારા ઉજવવા માં આવે છે,તેમજ દરિયાની વચ્ચે જમવાની,પાણી,મંડપ ની વ્યવસ્થા કરવી ખુબ જ કઠિન હોય છે છતાં પણ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ને ઉર્ષ માં આવેલ તમામ લોકો માટે પ્રસાદી નું આયોજન કર્યું હતું

Previous articleઈદ નિમિત્તે સર ટી હોસ્પિટલ ખાતે મુસ્લિમ બિરાદરો ફ્રુટ વિતરણ કરાયુ
Next articleસુરત શહેર નો તેર વર્ષથી ચીટીંગ નો આરોપી ઝડપાયો