એચસીજી હોસ્પિટલ દ્વારા દર્દીનાં મોઢાનાં કેન્સરની સફળ સર્જરી કરાઈ

0
578

ભાવનગર એચસીજી હોસ્પિટલનાં ડોકટર દ્વારા એક દર્દીનું ચહેરા ખરાબ કર્યા વિના મોઢાનાં કેન્સરનું હાઈરીસ્ક વાળુ ઓપરેશન સફળતા પૂર્વક કર્યુ હતુ.સેવાના ધ્યેય સાથે જા કાર્ય કરવામાં આવે તો કુદરત પણ એમાં સફળતા આપે છે. આવુ જ એક ઉદાહરણ એચસીજી હોસ્પિટલ ભવાનગર દ્વારા પુરૂ પાડવામાં આવ્યું. એચસીજી હોસ્પિટલમાં ભાવનગરમાં એક દર્દી મોઢાના કેન્સરની ફરિયાદ લઈને ડો.નિરવ થડેશ્વર (કેન્સર સર્જન)ને મળ્યા હતા અને તેને તપાસીને મોઢાના કેન્સર માટે સર્જરી કરવાની સલાહ આપી હતી જે કોઈ રિસ્ક હતી.એચસીજી હોસ્પિટલમાં ચાલતી સરકારી યોજના હેઠળ આ સર્જરી થતી હોવાથી આ દર્દીને લાગુ પડતી યોજના હેઠળ દાખલ કરીને આ હાઈ રિસ્ક ડો. નિરવ થડેશ્વર દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ સર્જરી કરાવ્યા બાદ દર્દીનો મો ખરાબ થઈ જતુ હોય છે. પરંતુ ડો. થડેશ્વરએ આ સર્જરી માટે જે અત્યાધુનિક સાધન (શો)વપરાય એ ભાવનગર જિલ્લામાં માત્ર એચસીજી હોસ્પિટલ પાસે જ છે. હવે કેન્સરના અમુક શેક લઈને આ દર્દી સામાન્ય જીવન જીવી શકશે. તેમ ડો. નિરવ થડેશ્વર તથા હોસ્પિટલ મેનેજમેન્ટમાં સેન્ટર હેડ અભિજીત સિંઘે જણાવ્યું હતું. એચસીજી હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો અને સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા રોજ-બરોજની આવી સર્જરીઓ કરવામાં આવી રહી છે. જે દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની રહે છે. આ ઉપરાંત ભાવનગર તથા આજુબાજુના દર્દીઓ માટે ભાવનગરમાં એક જ જગ્યો તમામ રોગોની સારવાર તદ્દન રાહત દરે ઉપલબ્ધ છે. વળી, સરકારી યોજનાઓ જેવી કે, મુખ્ય મંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તથા આયુશ્યમાન ભારત યોજના અંતર્ગત હૃદય રોગ કેન્સરની સર્જરી, રેડીએશન(શેક), ઘુટણ તથા થાપા બદલવાના ઓપરેશન વગેરે સારવાર પુરી પાડવામાં આવે છે. વ્યક્તિનો ચહેરો ખરાબ થયા વગર હવે રેગ્યુલર એચસીજી હોસ્પિટલમાં મોઢાનાં કેન્સરની સર્જરી થઈ શકશે અને આગામી દિવસોમાં કીમોથેરાપી સહિતનો પણ પ્રારંભ કરાશે તેમ જણાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here