રાફેલ મુદ્દે સર્વોચ્ચ ન્યાયલયના ચુકાદાને લઈ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માંગ સાથે ભા.જ.પા.ના ઘોઘાગેઇટ ખાતે ધારણા યોજાયા

575

૧૪ મી નવેમ્બરે રાફેલ મુદ્દે દેશની સર્વોચ્ચ ન્યાયલય દ્વારા રાફેલ વિમાનના સોદા અને તેની ખરીદીની પારદર્શકતા અંગેની કોંગ્રેસ અને તેના મળતીયાઓ દ્વારા દાખલ કરવામાં આવેલ તમામ રીવ્યુ પીટીશનો ફગાવી રાફેલ વિમાનની ખરીદી સંપૂર્ણ નિયમો આધારિત, સંપૂર્ણ પારદર્શક વહીવટ દ્વારા અને સેનાની જરૂરિયાત મુજબની કરવામાં આવેલ છે તેવું દેશની સર્વોચ્ચ ન્યાયાલયે તેના ચુકાદામાં જણાવવા સાથે રાહુલ ગાંધીને એક ફટકાર લગાવતા દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના એ સમયના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મંગાયેલી માફી વિનમ્રતા પૂર્ણ નથી અને દેશની સેનાએ સાથે જોડાયેલી સંવેદનશીલ બાબતોનું રાજનીતિકરણ કરી તેમની સભાઓ અને બેઠકોમાં કોર્ટ ના ચુકાદાનો અનાદર કરી વારંવાર રાફેલ વિમાનોનો મુદ્દો ઉભો કરી વડાપ્રધાન અને દેશની સેના સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

આવા મનઘડંત અને પુરાવા વગરના આક્ષેપો સામે ૧૪મી નવેમ્બરે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જોરદાર તમાચા રૂપ ચુકાદો આપી દેશની જનતા સામે “દૂધનું દૂધ અને પાણી નું પાણી” સાફ કરેલ છે તેવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેની અપરિપક્વતા અને દેશના ગોપનીયતા ભર્યા સંવેદનશીલ મુદ્દે અસંવેદનશીલતા બતાવતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતા સામે ઉઘાડા પડ્યા છે ત્યારે સર્વોચ્ચ ન્યાયાલય ના ચુકાદાને માથે ચડાવી દેશની જનતાને ગેરમાર્ગે દોરવા, વડાપ્રધાન અને દેશની સેના જેવા સન્માનનીય પદો સામે મનઘડત આક્ષેપો કરવા અને દેશની સંસદના અમૂલ્ય માનવ કલાકો-દેશના કરોડો રૂપિયા બરબાદ કરવા બદલ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતાની સાર્વજનિક માફી માંગે તેવી માંગ સાથે ભાવનગર શહેર ભા.જ.પા.દ્વારા ઘોઘાગેઇટ ખાતે ધારણા કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, સાંસદ્ ભારતીબેન શિયાળ, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મેયર મનહરભાઈ મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઇ બાંભણીયા, શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ટ આગેવાનો, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ-મોરચાના સંગઠનો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિત તમામ સક્રિય સદસ્યો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, નગરજનોને આ ધારણા કાર્યક્રમમાં જોડાયા હતા.

Previous articleભાવનગર જિલ્લા સહકારી સંઘનાં ૬૬માં સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ
Next articleવેરાવળ તાલુકાના મલોંઢા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૨૩૦૩ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ