ડે નાઈટ ટેસ્ટ : કોહલીની પિંક બોલ સાથે પ્રથમ સદી

939

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પિંક બોલ સાથે ટેસ્ટ મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામ ઉપર કરી લીધો છે. રન મશીન તરીકે ગણાતા વિરાટ કોહલીએ બાંગ્લાદેશની સામે શ્રેણીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે સદી પુરી કરી હતી. આની સાથે જ ડે નાઈટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચમાં સદીની સિદ્ધી મેળવી હતી. આ ઉપરાંત વિરાટ કોહલી કેપ્ટન તરીકે સદીના મામલામાં રિકી પોન્ટિંગને પાછળ છોડી દેવામાં સફળ રહ્યો હતો. ડે નાઈટ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ આજે સદી ફટકારી હતી. આની સાથે જ પોતાની ટેસ્ટ કરિયરની ૨૭મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ દાવમાં ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં ઝડપી બોલરોના શાનદાર દેખાવને લીધે બાંગ્લાદેશની ટીમને પ્રથમ દાવમાં ૧૦૬ રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ રમત બંધ રહી ત્યારે શુક્રવારના દિવસે ભારતીય ટીમે ત્રણ વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા. જેમાં યજમાન ટીમને ૬૮ રનની લીડ મળી હતી. આજે બીજા દિવસે વિરાટ કોહલીએ ઇનિગ્સની ૬૮મી ઓવરમાં ત્રીજા બોલ પર બે રન લઈને સદી પૂર્ણ કરી હતી. વિરાટ કોહલીએ પિંક બોલ સાથે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ સદીના કારણે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સદી ફટકારવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દેવામાં સફળતા મળેવી હતી. રિકી પોન્ટિંગે કેપ્ટન તરીકે ૨૦મી સદી ફટકારી હતી. જોકે આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન સ્મીથ હજુ પણ ટોપ ઉપર છે. સ્મિથે કેપ્ટન તરીકે ૧૦૯ ટેસ્ટ મેચોમાં ૨૫ સદી ફટકારી હતી. આ પહેલા કેપ્ટન તરીકે ૫ હજાર રન બનાવનાર કેપ્ટન તરીકે બનવાની સિદ્ધિ પણ મેળવી હતી. આ સિદ્ધિ સાથે તે એક માત્ર એશિયન કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે પોતાની ટેસ્ટ કરિયરની ૮૬મી ઈનિગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આની સાથે જ તે આ સિદ્ધિ મેળવનાર દુનિયાના છ કેપ્ટનોમાં સામેલ થઈ ગયો હતો. આ સ્પર્ધામાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી હતી. પોન્ટિંગે ૭૭ ટેસ્ટ મેચોમાં ૧૯ સદી ફટકારી છે. જ્યારે આજે વિરાટ કોહલીએ ૫૩ ઇનિગ્સમાં ૨૦મી સદી પુરી કરી હતી. વિરાટ કોહલી હાલમાં એક આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તમામ સફળતા મેળવી રહ્યો છે.

Previous articleહવે વિદ્યા બાલન વધુ કેટલીક યાદગાર ફિલ્મો કરવા ઇચ્છુક
Next articleબ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પાકિસ્તાન પર થયેલ જંગી લીડ