ગુજરાતમાં સુરક્ષા-સલામતિ-ગૂના નિવારણ વિષયક સજ્જતાના અભ્યાસ માટે ઉઝબેકિસ્તાન ડેલિગેશન ત્રિદિવસીય મૂલાકાતે

424

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ
એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન શ્રીયુત એસ. ગોરડીવે ઉચ્ચસ્તરીય
પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી.શ્રીયુત ગોરડીવેના નેતૃત્વ હેઠળનું ઉઝબેકિસ્તાન પ્રતિનિધિમંડળ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ
યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, સાઇબર ક્રાઇમ સિસ્ટમ, પોલીસ અકાદમી કરાઇ અને
રક્ષાશકિત યુનિવર્સિટી તથા વિશ્વાસ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી સુરક્ષા વિષયક બાબતોના
અભ્યાસ માટે ત્રિદિવસીય મૂલાકાતે આવેલું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગત ઓકટોબર-ર૦૧૯માં તેમની ઉઝબેકિસ્તાન મૂલાકાત દરમ્યાન ગુજરાત-
ઉઝબેકિસ્તાન વચ્ચે સુરક્ષા-સિકયોરિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી આદાન-પ્રદાન સમજૂતિ
અંગે જે ફ્રેમવર્ક તૈયાર કરેલું તે સંદર્ભમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે.
આ ડેલિગેશન ગુજરાતમાં લો-એન્સફોર્સમેન્ટ એજન્સીઝ, સ્પેશ્યલાઇઝડ એજ્યુકેશનલ અને
ફોરેન્સીક ઇન્સ્ટીટયુશન્સ, વિશ્વાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વગેરેની મૂલાકાત લઇ ગૂના નિવારણ
ક્ષેત્રમાં માનવસંશાધનના કેપેસિટી બિલ્ડીંગ અંગે પણ ફળદાયી વિચાર-વિમર્શ કરશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ડેલિગેશન સાથેની બેઠકમાં જણાવ્યું કે ગુજરાતે સુરક્ષા સલામતિ અને
ગૂન્હા સંશોધનના વિષયોમાં આગવી તજ્જ્ઞતા સાથે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી જેવી વિશ્વકક્ષાની
વ્યવસ્થા વિકસાવી છે.તેમણે કહ્યું કે ગુજરાતમાં ક્રાઇમ ડિટેકશન રેઇટ દેશમાં સૌથી ઊંચો છે. એટલું જ નહિ,
ગુજરાતનું પોલીસ દળ ટેકનીકલી જ્ઞાન કૌશલ્યથી સજ્જ છે.
વિશ્વમાં આજે સાયબર ક્રાઇમનો મૂકાબલો એક પડકાર બન્યો છે તેવા સમયે ફોરેન્સીક સાયન્સ
યુનિવર્સિટીએ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને આઇ.ટી. ઇન્ટેલીજન્સ ક્ષેત્રે નવી વિકાસ સંભાવનાઓ
વિકસાવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન ડેલીગેશનની આ મૂલાકાત બેય પ્રદેશો વચ્ચે સુરક્ષા વિષયક બાબતોમાં દ્વિપક્ષીય સહયોગની દિશામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમ્યાન, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા,
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા
સિંઘ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી
છત્રપાલસિંહ જાડેજા, ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ
રાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.બંધારણની સ્વીકૃતિ મળ્યાની સ્મૃતિરૂપે દર વર્ષે તા.૨૬મી નવેમ્બરે ઉજવાતા સંવિધાન દિવસની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે સંવિધાનની સૌથી મહત્વની બાબત એવી મુળભૂત ફરજો સંબંધિત
જનજાગૃતિ ફેલાવવા રાષ્ટ્રીય ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ભારત સરકારના વિધિ અને ન્યાય મંત્રાલય આ
રાષ્ટ્રીય ઝૂબશમાં મધ્યસ્થ મંત્રાલય તરીકે ભારત સરકાર, રાજ્ય સરકારો અને જાહેર તથા ખાનગી
સંસ્થાઓના અન્ય મંત્રાલયો / વિભાગો સાથે કામ કરશે.
તા.૨૬મી નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને બાબા સાહેબ ડૉ. ભીમરાવ
આંબેડકર તથા સંવિધાનના અન્ય નિર્માણકર્તાઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આ વર્ષે દેશ સંવિધાનની સ્વિકૃતિની ૭૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ભારતીય લોકતંત્રમાં આ અત્યંત
મહત્વની ઘટનાને યાદ કરવા માટે સરકાર સંવિધાનની સૌથી મહત્વની બાબત મુળભૂત ફરજોની જાગૃતિ
ફેલાવવા રાષ્ટ્રીય ઝૂબેશ શરૂ કરશે. આ ઝૂબેશ તા.૨૬મી નવેમ્બર-૨૦૧૯ થી શરૂ થશે અને તા.૧૪મી
એપ્રિલ-૨૦૨૦ એટલે કે ‘સમરસતા દિવસ’ તરીકે ઉજવાતી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર
ઝૂંબેશનું સમાપન કરવામાં આવશે.ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલી આ ઝૂબેશને અસરકારક બનાવવા રાજ્ય સરકારનાવિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ગૃહ નિર્માણ અને શહેરી
બાબતોના વિભાગ દ્વારા નગરપાલિકા-નગર નિગમો દ્વારા નાગરિકોની મુળભૂત ફરજો, નાગરિક કર્તવ્ય અંગે
બેઠકો કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાલુકા અને ગ્રામ કક્ષાએ પ્રતિજ્ઞા તથા
અવેરનેસ વોક-રન યોજવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય/જિલ્લા કક્ષાની ચર્ચા તથા નિબંધ સ્પર્ધા
અન સાંસ્કૃતિક કાર્યક્રમો, પત્રીકા વિતરણ શાળા-કોલેજોમાં ખાસ સભામાં બધારણના આમુખનું વાંચન, ચિત્ર
સ્પર્ધા, પ્રશ્નાવલી, સ્કીટ, વાર્તાલાપ અને મુળભૂત ફરજો પર સેમિનારો યોજાશે. કાયદા વિભાગ દ્વારા બાર
કાઉન્સીલ્સ, બાર એસોસીએશન, કાનુની સહાય કન્દ્રો અને સત્તા મંડળો મારફતે લોકજાગૃતિ અભિયાનો
યોજાશે. પ્રવાસન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પંચતીર્થના કોઇપણ સ્થળોએ પ્રવાસના કાર્યક્રમો
સહિત વિવિધ વિભાગો દ્વારા ઝૂબેશ સંલગ્ન જનજાગૃતિ આયોજનો તૈયાર કરી દેવામાં આવ્યા છે.

Previous articleજીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
Next articleઅમદાવાદ-સુરતમાં ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે કમિટીની રચના કરાશે :ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા