રાજ્યકક્ષાનું ૪૭મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન પાલીતાણાના આદપુર ખાતે યોજાશે

1093

શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, શિક્ષણ તેમજ પર્યાવરણ પ્રત્યે અભિરૂચી વધે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુસર જી.સી.આર.ટી-ગાંધીનગર દ્વારા દર વર્ષે વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે ડો. વિક્રમ સારાભાઈ રાજ્ય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯નું આયોજન ‘સિદ્ધવડ’-આદપુર, તાલુકો પાલીતાણા, જીલ્લો – ભાવનગર ખાતે તા. ૦૧/૧૨/૨૦૧૯ થી તા. ૦૪/૧૨/૨૦૧૯ દરમિયાન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સમગ્ર રાજ્યમાંથી ૪૦૦ મોડેલ સહિત અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહેનાર છે.જે સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે નાયબ કલેકટરશ્રી દિપક ચૌધરીના અધ્યક્ષ સ્થાને સંબધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં નાયબ કલેકટર દ્વારા જરૂરી વ્યવસ્થા અને યોગ્ય આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓને યોગ્ય સુચન તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

Previous article૨૬/૧૧ હુમલાને ૧૧ વર્ષ પૂર્ણ થયા છતાં સુરક્ષામાં હજુ ગાબડાં
Next articleએગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા જુના રતનપર વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરાઈ