ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ શાળામાં તારીખ 7 12 2019 ના રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 15 શ્લોક નું ગાન કરી તેનો અર્થ વિસ્તાર સમજાવ્યો હતો ભાગ લેનાર પ્રત્યેક વિદ્યાર્થીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી રસિકભાઈ સુતરીયા તથા શ્રી જીતુભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ પંડ્યા એ કર્યું હતું
















