અનોખું ઉડાન અમારું (અનુભવના ઓટલે અંક: ૩૮)

0
423

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારીવાટે

રખડ્યાની મોજ છીનવી લીધી નાથ તોય પગરવની દુનીયા અમારી”

કવિ ભાનુપ્રસાદ પંડ્યાની કાવ્ય પંક્તિઓ, આત્મવિશ્વાસ અને ખુમારી દાખવવા પ્રેરે છેઅંધજનોની પ્રગતિના નવા દ્વાર ખોલી આપે છેવળી આગળ ધપતા દ્રષ્ટિહીનોના દ્રષ્ટિકોણને પ્રદર્શિત પણ કરે છેમને  કાવ્ય પંક્તિઓ સ્પર્શી ગઈ છેકવિ ભાનુપ્રસાદ પંડ્યાની વિચારધારાને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી અંધજનોની શક્તિઓને ઉજાગર કરવા અંધજનોમાં પડેલી શક્તિઓને સાહીત્યની અવનવી ઉક્તિઓ સાથે જોડી હું સમાજ સામે મુકવા ઇચ્છુ છુંપ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની સુષુપ્ત શક્તિઓને,સમાજ સામે મુકવાના હેતુથી જુદાજુદા શિર્ષક તળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે બધી પ્રવૄત્તિઓ લોકો સમક્ષ મુકવા પ્રતિવર્ષે સાંસ્કૄતિક કાર્યક્રમ અને વિશીષ્ટ પ્રદર્શન યોજવામાં આવે છે. હું માનુ છું કે  પ્રકારના કાર્યક્રમો લોકોની હકારાત્મક વિચારધારાને પ્રોત્સાહીત કરશેએટલું  નહિ સમાજનો બહોળો વર્ગ નેત્રહીનો અને અન્ય વિકલાંગોને માનવ તરીકેના અધિકારો મળવા જોઈએ, તેવુ સ્વિકારવા તૈયાર થશે.

 

મેં અનેક ધર્મના પુસ્તકો એકી બેઠકે વાચ્યા છેએટલુ જ નહિ મારા જીવનકાળમાં પરીચયમાં આવેલા લોકોનો અભ્યાસ કરી એક મત કેળવી શક્યો છુંકે વિકલાંગોના કલ્યાણના કાર્યમાં બાધક બનતા, ભૌતિક અવરોધો કરતા, તેના પુન:સ્થાપનમાં લોકોનું નકારાત્મક માનસિક વલણ વધુ બાધક નીવડે છેઆમ સમાજ તેમજ સરકાર વિકલાંગોના વિકાસને અવરોધતા ભૌતિક પર્યાવરણ પ્રત્યે જેટલા જાગૄત રહે છેતેટલા પોતાની માનસિક નકારાત્મક બાબત પર જાગૄત જોવા મળતા નથીનવા કાયાદા કે નવી નીતિઓજે પરિણામો આપી  શકેતે સમાજની બદલાયેલી હકારાત્મક વિચારધારા આપી શકે છેભૂતકાળમાં ક્યારેય  ઘડાયા હોય તેવા કાયદા વિકલાંગો માટે સરકારે ઘડ્યા છેપણ તેનો ફાયદો કાગળ પર જેટલો દેખાય છેતેટલો વાસ્તવિક રીતે સુક્ષ્મદર્શકની મદદ વડે પણ જોઈ શકાય તેમ નથીશિક્ષણમાં યાદશક્તિને વધુ મહત્વ આપવામાં આવે છેવધુ રેંક મેળવનારના ગુણ ગવાય છેરેંક મેળવનાર વિદ્યાર્થીને નોકરી ધંધામાં અગ્રતા આપવામાં આવે છેપરિણામે માતાપિતા અને શિક્ષકો વધુ ગુણાંક બાળક મેળવી શકે,તેવી તૈયારી કરાવે છેઆવી તૈયારીમાં સમય બરબાદ થઈ જાય છેમાનવિય ગુણોનો વિકાસ ખોરંભે પડી જાય છેજીવન ઉપયોગી ગુણોના વિકાસ પ્રત્યે આપણે ઉદાસિન બનીએ છીએઆપણી  ઉદાસિનતા કોઈવાર ઘાતક નીવડે છેપરિણામે સમાજ છિન્નભિન્ન થઈ જાય છેઉંચો રેંક હાંસલ કરવા રચ્યોપચ્યો રહેતો વિદ્યાર્થી સ્વકેન્દ્રી બની જાય છેઆજકાલ અપાતા શિક્ષણમાં કલાશિલ્પકામમાટીકામસામુહીકજીવનયોગ, રમતગમત કે ભાવનાત્મક ગુણોનો વિકાસ થાય તેવા શૈક્ષણિક પાઠ્યક્રમો કે જીવન ઉપયોગી પ્રવૃત્તિલક્ષી શૈક્ષણિક કાર્યક્રમોનો અભાવ જોવા મળે છે.

          પારકી વેદના ચર્ચાનું મંચ બની જાય છેસમસ્યાનો ઉકેલ મેળવવાના બદલેપોતાની વિદ્વત્તાનું પ્રમાણ પુરવાર કરવામાં લોકોને વધુ રસ પડે છેદેશ અને દુનિયાભરમાં ટેક્નોલોજીનો વિસ્તાર દિનપ્રતિદિન થઈ રહ્યો છેપરિણામે દુનિયાના છેવાડે બેઠેલા માણસને પણ આપણે ગણતરીની સેકંડમાં આપણો સંદેશ મોકલી શકીએ છીએપણ પાસે બેઠેલા સ્વજન સાથે વાત કરવાનો સમય કાઢી શકતાં નથીભૌતિક અંતર ઘટવા છતાં માણસ માણસથી દુર થઈ રહ્યો છેકારણ વગરની દોડધામ કરતો માણસ માનવતાના મુલ્યો ભૂલી ગયો છેશારીરિક કે માનસિક પડકારો સામે લડતા લોકો દિવસેદિવસે સમસ્યાનાં બોજ નીચે દબાઈ રહ્યા છેલોકોનું નકારાત્મક માનસિક વલણ  સમસ્યાનું મૂળ છેતેને ઉખાડી ફેંકવા સમાજમાં જાગ્રુતિ આવે તેવા અવનવા કાર્યક્રમોનું આયોજન કરવું પડશે.

 

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના પુન:સ્થાપનના કાર્યને વેગ આપવાના હેતુથી અમારી સંસ્થા શ્રી કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રિય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે છેલ્લા  વર્ષથી વિશીષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે વખતનું પ્રદર્શન “અનોખું ઉડાન અમારું” શિર્ષક નીચે યોજવામાં આવ્યું હતુંજેમાં લગભગ ૬૫૦૦ થી વધુ વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી ઉપરાંત સેંકડો નાગરિકોએ વિશીષ્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. “અનોખું ઉડાન અમારું” પ્રદર્શનમાં પધારેલા વિદ્યાર્થીઓશિક્ષકો, પ્રાધ્યાપકોવેપારીઓઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોએ પ્રજ્ઞાચક્ષુઓની કૌશલ્યશક્તિ અને સાહસને બીરદાવી ધન્યવાદ આપ્યા હતા.

 

સંગીતરમતગમતઉદ્યોગશિક્ષણની વિવિધ પદ્ધતિઓ તેમજ કોપ્યૂટર પર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ શી રીતે કાર્ય કરી શકે છેતે શાળાના વિદ્યાર્થીઓએ આવનાર લોકો સમક્ષ સતત ત્રણ દિવસ સુધી ખાસ ઊભા કરાયેલ કૂલ ૧૨ ઝોનમાં પ્રસ્તુત કરીસૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ. માટી અને વેસ્ટ પેપરમાંથી જુદીજુદી તૈયાર થતી બનાવટ પ્રદર્શનનું આકર્ષણ બન્યા હતાતો વળી વિજ્ઞાનના અવનવા પ્રયોગોએ લોકોના દિલ પર કબજો જમાવ્યો હતોસમગ્ર પરીસર સંગીતની સુમધૂર સુરાવલીની પાંખે ગુંજતા ગીતોના શબ્દો વડે શોભતું હતુઆહલાદક વાતાવરણમાં હોમસાયન્સ ઝોનમાં બનતી વાનગીની સોડમ ભીતરના ભ્રમના ડૂચા વાળતી હતીપરીસરમાં આવેલ મુલાકાતી સેવાનું ભાથુ બાંધી લેવા પોતાના બંને હાથ હવામાં વિંજતા રહેતા હતા. ઓળઘોળ થયેલો દરેક મુલાકાતી સેવા યજ્ઞમાં આહૂતી આપવા ઉતાવળો થયો હોય તેવા પડઘમ કર્ણપટ પર સતત અથડાતા હતા.

અનોખું ઉડાન અમારું” વિશીષ્ટ પ્રદર્શન ભલે નવા આયામો સર્જનારું  લાગેતેમ છતાં હું  પ્રદર્શનને દેશનું ભાવિજેમના હાથમાં છેતેવા શાળાકોલેજના વિદ્યાર્થીઓને,આવી પ્રવૄત્તિઓ સાથે જોડી સંવેદનાનું બીજ રોપનાર ઉપયોગી નુતન ઉપક્રમ બની રહેશે તેમ માનુ છું.

 

લાખો અંધજનોનું ભાવિ ઉજવળ બને તેવા અનેક કાયદા વર્તમાન સમયમાં અમલમાં હોવા છતાં આજકાલ વિકલાંગ બાળકોનું શિક્ષણ રામભરોસે ચાલે છેઆપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો વિકલાંગ બાળકોની ખાસ શાળાઓમાં છેલ્લા દસ વર્ષમાં ખાલી પડેલ લગભગ  ૫૪૪ જગ્યાઓ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવી છેનવી જગ્યાઓ ઊભી કરવાના બદલે વર્ષો પહેલા મંજૂર થયેલ જગ્યાઓ રદ કરવામાં રાજ્ય સરકાર પોતાની બહાદુરી બતાવતી હોય તેમ લાગે છેસંસ્થા સંગઠન પોતાની રજુઆત લેખીત તેમજ મૌખિક અવારનવાર કરે છેપણ કોઈના કાને અવાજ પહોંચતો નથીપડતાપર પાટુ પડે તેમ મંજૂર થયેલ જે જગ્યાઓ હાલમાં ભરેલી છે તેની સરકારે વિગતો મંગાવી છેપણ માગેલી કેટલિક વિગતોની માહિતી હાસ્યાસપદ હોય તેમ લાગે છેજેવીકે ભરતીમાં કેટલા ઉમેદવારો હાજર હતાપસંદગી સમિતિના નામ અને તેમણે તૈયાર કર્યુ હોય તે પત્રક સમાલાપના અંતે તૈયાર થયેલ સમરી પસંદગી સિમિતિના દરેક સભ્યની સહી સાથેની નકલ માગવામાં આવી છે ઉપરાંત મંજૂરી પત્ર આપેલ જાહેરાત કે રોજગાર કચેરીમાંથી મળેલ નામના પત્રની નકલ પણ મંગાવી છેજે તે સમાલાપ પુરો થયા પછી સંસ્થા  બધા  દસ્તાવેજ રજુ કરે પછી  ઉમેદવારને હાજર કરવાની બહાલી મળતી હોય છેતેથી આવા પત્રકો મંગાવવાનો વર્ષો વિત્યા પછી કોઈ મતલબ રહેતો નથીતેમ છતાં સરકારે સંસ્થાઓને ધમકી સાથે મોડામાં મોડુ તારીખ ૧૫ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવા આદેશ કર્યો છેસમય મર્યાદામાં જે સંસ્થાઓ આવી માહિતી નહિ આપી શકે તેમની ગ્રાંટ બંધ કરવાની ચેતવણી પણ આપી છેતમામ પત્રકો જે તે સમયે સંસ્થાઓએ સરકારને આપ્યા હોવા છતાં તેની ઉઘરાણીના નામે વિકલાંગ બાળકોને શિક્ષણ આપતી શાળાઓની ગ્રાંટ બંધ કરવાની ધમકી ભર્યો નિર્ણય સરકારની અમાનવિય તેમજ પલાયનભરી નીતિ સુચવે છેજેને હું વખોડું છુંછેલ્લા દસ વર્ષથી સરકારની વિકલાંગો પ્રત્યેની આવી અન્યાયભરી નીતિથી હું નારાજ છુંમારા દિલમાં દાવાનળ સળગતો હોય તેવી પિડા અનુભવુ છુંભાંગી પડું છુંવળી ઊભો થઈ જાવ છુંમુખ્ય મંત્રીથી માંડી લાગતાવળગતા લોકોને મળવા જાવ છુંતેમને લેખીતમાં પ્રશ્નોના ઉકેલ માટે મારી રજુઆત પણ મોકલી આપું છુંપરિણામ મળતું નથીરાજ્યની સંસ્થાઓના હીતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાવો પણ દાખલ કરી દેવામાં આવ્યો છેન્યાય ઇશ્વર કૄપાથી જરૂર મળશે.

 

ભીતરમાં ચાલતા વલોપાતે મને આપણા વિકલાંગ બંધુઓ અને ભગીનીઓના અસરકારક શિક્ષણ, તાલીમરોજગાર અને પુન:સ્થાપનના કાર્યને પહોંચી વળવા નવી દિશા બતાવી છેમને  દિશામાં ઉજાસ નજરે પડે છેઆજનો વિદ્યાર્થી આવતીકાલનું દેશનું ચમકતું ભાવિ છેતેથી શાળાકોલેજથી  હું વિદ્યાર્થીઓમાં સંવેદનાનું બીજ રોપવા ઇચ્છું છુંહાલ હું નાના પાયે ભાવનગર જીલ્લાની શાળાકોલેજના વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનાવવા અવનવા કાર્યક્રમોમાં નિમંત્રીત કરુ છુંહજારો વિદ્યાર્થીઓ અમારા યજ્ઞમાં આહૂતી આપવા મોટી સંખ્યામાં આવી પહોચે છેઅમારા યજ્ઞનો સાક્ષી બનેલો કોઈ પણ સ્થાપીત વિદ્યાર્થી વિકલાંગોના કલ્યાણના કાર્યને મદદ કરવા આગળ આવશેલોકપ્રતિનીધિ બની સરકારની ધૂરા સંભાળનાર નેતા સંવેદશીલ લોકપ્રિય પ્રતિનીધિ ઠરશેસેવાની સુવાસ અને અંતરના ઉજાસથી જળહળતો વિદ્યાર્થી કલ્યાણકારી નીતિઓને પ્રત્સાહન આપશેકોઈ વળી ઉદ્યોગપતિ બની વિકલાંગોના પુન:સ્થાપનના કાર્યયને વેગ મળે તેવી માળખાકિય સવલત ઊભી કરવા આર્થિક સહાય કરશે. “અનોખું ઉડાન અમારું” કોઈ સામાન્ય કાર્યક્રમ નથીવિકલાંગોના વિકાસનું સિમાસિન્હ પુરવાર થઈ શકે તેવુ જનઆંદોલન છેદેશના વિકલાંગ વર્ગને અનીતિના અંધકારમાંથી મુક્તિ આપી શકે તેવી અબજો સૂર્ય જેવી તેજસ્વી આકાશગંગા છે.

અનોખું ઉડાન અમારું” વ્યક્તિગત વિચાધારાનો કાર્યક્રમ નથીતે ચોક્કસ સંસ્થા પુરતી માર્યાદિત ચળવળ પણ નથીખરેખર તો તે વિકલાંગોની વ્યથાના વરસાદમાંથી નીપજેલુ સાચુ મોતિ છેસાચા મોતિનું મુલ્ય અણમોલ હોય છેતેની કિંમત આંકી શકાતી નથીએવી  રીતે સંવેદશીલ વ્યક્તિનું હૄદય આપણને અદ્વિતિય પરિણામ આપે છેકાયમી સમસ્યાના ઉકેલ માટે પાયાના ઘડતર પર ધ્યાન આપવાની જરૂર પડે છેહું માનુ છું સંવેદના વડે સ્વર્ગનું સુખ મળી શકે છેએટલેકે સંવેદનાથી ઇંદ્રને પણ જીતી શકાય છે. “અનોખું ઉડાન અમારું” જેને આપણે દેશનું ભાવિ સમજીએ છીએતે વર્તમાન વિદ્યાર્થીઓને અભિભૂત કરી સંવેદનાની સરીતામાં તરબતર કરી ભિંજવી શકીએ છીએપ્રજ્ઞાલોકનું અમારું  અભિયાન જરૂર રંગ લાવશે.

કાશ શબ્દ બની ગુંજી શકુ તમારા દિલમાં,

વેદનાની વાદળી ઠરી

ફરી શકુ  જગમાં;

બંધ આંખોમાં સપના ભરી અંધજનોનો ઉજાસ લઈ પહોંચી શકું;

આશા નહિ શ્રદ્ધા છે,

ઉત્સાહ નથી ઉમંગ છે; ઝગમગ” કહે કાયાની મારી માટી,

સુખની સોડમ થઈ,

ઉરઉર મહી મહેકશે”.

(લેખક:- લાભુભાઈ ટી. સોનાણી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here