દિકરીઓમાં શિક્ષણ સ્તર વધે તેમજ ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે અંગેના જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા કલેક્ટરશ્રીની સૂચના

595

: ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત “બેટી બચાવો, બેટી પઢાવો” દેશના એાછા સેકસ રેશીયો ઘરાવતા જિલ્લામાં અમલીકરણ થઇ રહેલ છે. યોજનાનો મુખ્ય હેતુ જાતિ આઘારીત લિંગ પરીક્ષણ અટકાવવું, દિકરીએાના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્વિત કરવી, દિકરીએાના શિક્ષણને સુનિશ્વિત કરવું અને તેને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી. ભાવનગર જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ જિલ્લા મહિલા અને બાળ અઘિકારીની કચેરી દ્વારા જિલ્લા કલેકટરશ્રીના સીઘા માર્ગદર્શન હેઠળ થઇ રહેલ છે. જિલ્લા કલેકટરશ્રી- ભાવનગરના અઘ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ર્ફોસની બેઠક મળેલ. જેમાં આગામી માર્ચ ૨૦૨૦ સુઘીમાં કરવાના થતા જાગૃતિ કાર્યકમ/સેમીનાર જેવા કે આશાવર્કર, શિક્ષકો, આંગડવાડી, ગ્રામ્ય કક્ષાએ સમુદાય સાથેના અવેશનેશ કાર્યક્રમ તથા સ્કુલ/કોલેજ ખાતે કિશોરી મેળા વગેરેનો એકશન પ્લાનને મંજુરી આપવામાં આવેલ. જિલ્લાના એાછો સેકસ રેશીયો ઘરાવતા ગામોમાં દિકરી જન્મ વઘામણા કાર્યક્રમ હાથ ઘરવા અંગેના કાર્યક્રમો હાથ ઘરવા અંગ નકિક કરવામાં આવ્યુ. સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા દિકરીએાના શિક્ષણ સ્તરમાં વઘારો કરવા, ડોપ આઉટ રેશીયો ઘટાડવા અંગેના જાગૃતિ કાર્યકમો કરવા અંગેની સુચના આપવામાં આવેલ.

Previous articleપ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણીના પિતાશ્રી સ્વ.શ્રી સવજીભાઈ વાઘાણીની છઠ્ઠી પુણ્યતિથિ પર આગામી ૧૫મી ડિસેમ્બરે અનેક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે
Next articleવાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-૨૦૧૯નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી