ઉમરાળા તાલુકાના ધારૂકા ગામમાંથી 30 પેટી વિદેશી દારૂ સાથે કાર ઝડપાઇ

0
583

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલ.ના પો.સબ ઇન્સ. આર.એચ.બાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ. વી.એલ. પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને શંકાસ્પદ સ્કોર્પીયો કાર ઉમરાળા-ધારૂકા રોડ ઉપર મળતા આર.આર.સેલ સ્ટાફે તથા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. તથા તેઓના સ્ટાફના માણસોએ ધારૂકા ગામમાં ઉમરાળા રોડ ઉપર આવેલ એક મકાન સાથે અથડાયેલ હાલતમાં સદરહું સફેદ કલરની સ્કોર્પીયો કાર નં RJ-02-UA-3006 મળી આવતા જેમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૩0, (બોટલ નંગ-૩૬૦), તથા મહિન્દ્ર સ્કોર્પીયો કાર કી. રુ.૩,૦૦,૦૦૦/- સહિત કૂલ કી.રુ. ૪,૦૮,૦૦૦/- ના મુદામાલ ઝડપી પાડી તથા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ ઇસમો સામે પ્રોહી. એકટ તળે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં ભાવનગર આર.આર.સેલ.ના પો.સબ ઇન્સ. આર.એચ.બાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ. વી.એલ. પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ પી.આર.સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર.પઢીયાર તથા સ્ટાફના હેઙકોન્સ. બી.એચ.વેગડ તથા એચ.વી.ગોસ્વામી તથા પો.કોન્સ. મયુરસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here