શિહોર હરિહર આશ્રમમાંથી ગાંજાના વાવેતર કરેલ છોડ તથા સુકા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપાયો

634

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગે ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.અશોક કુમાર તરફથી સુચના થઇ આવેલ
જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ તથા એસ.ઓ.જી. સ્ટાફે ગઇકાલ તા. ૧૫/૧૨/૨૦૧૯ ના રોજ શિહોર ના ગુંદાળા વિસ્તારમાં સ્મશાન સામે આવેલ હરિહર આશ્રમમાં નાર્કોટીકસ અંગે રેઇડ કરતા આશ્રમના મહંત જામુનદાન S/O અર્જુનમુની હરિહર ઉ.વ.૫૫ રહેવાસી હરિહર આશ્રમ, સ્મશાન વિસ્તાર, ગુંદાળા વિસ્તાર શિહોર જી. ભાવનગર મુળ ઉતરપ્રદેશ વાળાને તેના આશ્રમમાં કુટીરની આજુબાજુ તથા બીજા ઝાડ તથા કાંટાની વાળમાં વાવેતર કરેલ લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ-૧૫ વજન ૪.૦૩૦ કિ.ગ્રા. કિં.રૂ. ૨૧૧૫૦/- તથા સુકો ગાંજો વજન ૪૪૭ ગ્રામ કિ.રૂ।. ૨૬૮૨ મળી કુલ રૂપિયા ૨૨૮૩૨/- ના મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન મળી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના હેડ કોન્સ. હરેશભાઇ મેહુરભાઇ ઉલવાએ ફરિયાદ આપી શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ શિહોર પોલીસ ચલાવી રહી છે. સમગ્ર કાર્યવાહી દરમ્યાન ભાવનગરના એફ.એસ.એલ. અધિકારી આર.સી.પંડયા દ્રારા સ્થળ તપાસ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.
આ કામગીરી સફળ બનાવવા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન પઠાણ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા.

Previous articleખેલ મહાકુંભમાં રાઇટવે સ્કૂલની બેહનો એ સતત બીજા વર્ષ સિલ્વર મેડલ જીત્યો
Next articleઘોઘા તાલુકા પંચાયત ખાતે ટીબી અંગે નો સેમિનાર યોજાયો