બાલયોગીનગરમાં થયેલ લૂંટ તથા હત્યાના 4 આરોપી ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ

2146

ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા ભાવનગર ડીવીઝન ના.પો. અધિ.એમ.એચ ઠાકર ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર , લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનની સ્ટાફના માણસોને ભાવનગર જીલ્લામાં ઘોઘારોડ બાલયોગીનગર માં થયેલ ખુન તથા લુંટના ગુન્હાના આરોપીઓ ને લેટમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને ઘોઘારોડ પોલીસે પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે.

આ બનાવની હકિકત એવી છે કે, ગઇકાલ તા.૨૭/૧૨/૨૦૧૯ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રાજેન્દ્રસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ દાખલ કરાવેલ હતી કે, પોતાના નાના ભાઇ જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ ઘરે એકલા હતા તે દરમ્યાન ઘરમાં કોઇ અજાણ્યા ઇસમો ઘુસી પોતાના ભાઇ જીતેન્દ્રસિંહને ગળે ટુંપો આપી હત્યા કરી ઘરમાંથી દાગીના તેમજ મોટર સાયકલની લુંટ કરી નાશી ગયેલ છે. જે મુજબની ફરિયાદ દાખલ થતા ગુન્હાની ગંભીરતા સમજી અને બનાવને મર્ડર તથા લુંટનો હોવા છતા બનાવને આત્મહત્યામાં ખપાવવા સારૂ આરોપીએ ભોગનલનાર(મરણજનાર)ને દોરડા વડે ગળે ફાસો આપી પંખા સાથે લટકાડી દિધેલ હોય જેથી બનાવ ખુબજ પુર્વ આયોજીત રીતે કાવત્રુ રચી પોલીસને ગુમરાહ કરવા ખુબજ ચાલાક અને હોશીયાર આરોપીઓનીએ આમા સંડોવણી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફલીત થતુ હોય જેથી ભાવનગર જીલ્લાના એસ.પી . જયપાલસિંહ રાઠૌડ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ઘોઘારોડ પોલીસને આ ગુન્હાનો ભેદ તાત્કાલીક ઉકેલી કાઢવા સખત સુચના આપેલ હતી અને લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ઘોઘારોડ પોલીસે જુદી જુદી ટીમો બનાવી આ કામની તપાસ ખુબજ જીણવટ ભરી રીતે શરૂ કરેલ અને આ કામે મરણજનાર બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળેલ કે, તેઓને સજાતીય સંબંધો રાખવાની ટેવ હોય અને ભૂતકાળમા તેઓની સાથે સંપર્કમાં રહેલ ઇસમો બાબતે ટેકનીકલ મદદથી માહિતી શોધી કાઢી ખાનગી બાતમી દારોને એકટીવ કરી બાતમીદારો મારફતે જાણવા મળેલ કે, આ કામમાં માસ્ટર માઇન્ડ એવા વાહીદ ઉર્ફે ઉબેદ હુશેનભાઇ મોદન રહેવાસી ઘોઘારોડ ચૌદનાળા મફતનગર ભાવનગરવાળો હોવાનું જણાઇ આવેલ અને તેને મરણજનાર સાથે સજાતીય સંબંધો હતા તેવી હકિકત મળતા આ વાહીદને દબોચી લઇ તેની પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને આરોપીઓ કબુલાત આપેલા કે, પોતાને મરણ જનારા સાથે સજાતીય સંબંધ હતા અને પોતે મરણજનારના ઘરે પણ જતો હતો અને આ વખતે તેને મરણજનારના ઘરમાં પૈસા તથા દાગીના હોવાનું જોયેલ જેથી પોતાની દાનત બગડેલ હતી અને પોતાના મિત્રો સાથે લુંટને અંજામ આપવાનું નક્કી કરેલ હતું અને આ દરમ્યાન પોતાના મિત્ર સાહીલને પૈસાની જરૂર હોય જેથી તેને પણ આ કાવત્રામાં સાથે લીધેલ અને જ્યારે મોકો મળે ત્યારે લુંટને અંજામ આપવાનું નક્કી કરેલ હતું અને ગઇકાલે મરણજનાર પોતાને સંબંધ બાંધવા પોતાના ઘરે બોલાવતા પોતે અગાઉ રચેલ કાવત્રા મુજબ આ ગુન્હાને અંજામ આપવા પોતાના મિત્ર સોહિલ તથા આસીફ ઉર્ફે પુનો ઇકબાલભાઇ સૈયદ તથા સેજાદ ઉર્ફે જીણો ને સાથે લીધેલ અને જીતભાનો ફોન આવતા વાહીદે કહેલ કે , હું આજે બહારગામ છુ મારા મિત્રોને તમારી પાસે મોકલું છું જેથી જીતુભાએ હા પાડતા આરોપીઓ નક્કી કરેલ કાવત્રાના ભાગ રૂપે મરણજનારના ઘરે પ્રથમ પોતાના મિત્રો સાહીલ ઉર્ફે હનીફ અને પુનાને મોકલેલ અને અને આ બંન્નેએ અગાઉ નક્કી કર્યા મુજબ મરણજનાર સાથે સંબંધ બાંધી મોકાનો લાભ લઇ મરણજનારને દોરડા વડે ગળા ટુંપો આપી અને બનાવ આત્મહત્યા લાગે તે સારૂ લાશને દોરડા વડે પંખા સાથે લટકાડી અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને મરણજનારનું મોટર સાયકલ પ્લેન્ડર પ્રો લુંટ કરી નાશી ગયેલ હતા જે કબુલાત આધારે આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ (૧) સાહિલ હનીફભાઇ કરદોરીયા (ર) આરીફ ઉર્ફે પુનો ઇકબાલભાઇ સૈયદ (૩) સેજાદ ઉર્ફે જીણો બસીરભાઇ કુરેશી ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી લેટમાં ગયેલ ઓરીઝનલ મુદામાલ સોના ચાંદીના દાગીના તથા મોટર સાયકલ સાથે ઝડપી પાડી આ સમગ્ર લુટ વીથ મર્ડર કે જેને આત્મ હત્યામાં ખપાવવાની આરોપીઓ નાપાક કોશીષ કરેલ હતી તેનો પર્દાફાસ કરી હવાલાતમાં ધકેલી દિધા છે.

Previous articleજગદિશભાઇ આહિર ના સુપુત્ર જય નોઆજ જન્મ દિવસ
Next articleઆગામી 31ડિસે.ના તહેવાર અનુલક્ષીને પોલીસ દ્વારા એક્શન પ્લાન…શું છે પ્લાન જાણો વધુ વિગત અંદર