ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ

560

અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર દ્વારા ભાવનગર જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના આપેલ જે સુચના અંતર્ગત ભાવનગર સીટી ના.પો.અધિ.એમ.એસ.ઠાકર સા.ની સુચના હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ આર બી વાધિયા સા નાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એમ.એચ.વઢેર સા તથા પો.કો.મહેન્દ્રસિહ કીરતસિંહ સરવૈયા પો.કો.સંજયભાઇ નાથાભાઇ તથા પો.કો. રાહુલભાઇ કેશવભાઇ તથા
હેડ કોન્સ.એમ.એન.ચુડાસમા એ રીતેના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન ફરતાં ફરતા ક.૨૦/૧૫ વાગ્યે વર્ધમાનનગર હનુમાનજી નાં મંદીર પાસે આવતા સામેથી એક ઇસમ પોતાનુ હોન્ડા મો.સા.લઇ આવતો હોય જેને રોકી ચેક કરતા તેની પાસેની કાપડની સ્કુલ બેગમાથી આઠ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવતાં તુરંતજ રસ્તે જતા બે પંચોનાં માણસોને બોલાવી હકીકતની સમજ કરી મજકુરનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ કીશનભાઇ જીતુભાઇ ચૈાહાણ જાતે.રજપુત ઉ.વ.૨૦ રહે.રૂવા ૨૫ વારીયા પ્લોટ નં.૩૬૯ હાલ.સીંધુનગર રજપુત જ્ઞાતીની વાડીની બાજુમાં ભાવનગર વાળો હોવાનું જણાવે છે અને તેની પાસે રહેલ મો.સા.જોતા કાળા કલરનુ હોન્ડા સ્પેલેન્ડર જેના આગળ પાછળનાં રજી નં.ન હોય જેથી ચેચીસ નં. જોતા MB L H A 1 0 E 2 B H J 3 3 1 7 3 નુ હોય તેમજ પંચો રૂબરૂ કાપડની સ્કુલ બેગમાથી આઠ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો મળી જે આઠ બોટલો ઉપર અંગ્રેજીમા પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ ઓન્લી લખેલ જે કંપની શીલપેક જે બોટલો પોતાના કબ્જામાં રાખવાં મજકુર પાસે પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતાં સદર એક બોટલની કી.રૂ.૩૦૦/- લેખે આઠ બોટલની કી.રૂ.૨૪૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે અને તેની પાસે રહેલ ઉપરોકત મો.સા.ની કી.રૂ.૧૫,૦૦૦/- ગણી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ મજકુરને સદરહુ ઇંગ્લીશ દારૂની બોટલો કોની પાસેથી લાવેલ છે જે બાબતે પંચો રૂબરૂ પુછતા પોતે આ ઇગ્લીશ દારૂની બોટલો સુભાષનગર પંચવટી પાસે રહેતાં મુન્નાભાઇ રાઘવભાઇ ભુવા નામની વ્યકતી પાસેથી લાવેલ હોવાનું જણાવેલ તો મજકુર આરોપી કીશનભાઇ જીતુભાઇ ચૈાહાણ જાતે.રજપુત ઉ.વ.૨૦ રહે.રૂવા ૨૫ વારીયા પ્લોટ નં.૩૬૯ હાલ.સીંધુનગર રાજપુત જ્ઞાતીની વાડીની બાજુમાં ભાવનગર વાળાએ ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જામા ઉપરોકત આઠ ભારતીય બનાવટ ની ઇંગ્લીશ દારૂની બોટલ કી.રૂ.૨૪૦૦/- તથા ઉપરોકત મો.સા.કી.રૂ.૧૫૦૦૦/- નુ મળી કુલ.કી.રૂ.૧૭,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવી પ્રોહી કલમ ૬૫(એઇ),૯૮(૨)૧૧૬બી,૮૧ મુજબ ગુન્હો કરેલ હોય તેની વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી આઇ આર બી વાધિયા સા નાં માર્ગદર્શન મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ એચ વઢેર સા તથા હે.કો.એમ.એન.ચુડાસમા તથા પો.કો.મહેન્દ્રસિહ સરવૈયા તથા પો.કો.સંજયભાઇ ચુડાસમા તથા પો.કો.રાહુલભાઇ કંટારીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસોએ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડવામા સફળતાં મળેલ છે.

Previous articleપોલીસ જાપ્તા માંથી નાસી ગયેલ આરોપી પકડી પાડતી ભાવનગર એલસીબી
Next articleનિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપી ઝડપાયો