ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલ– સોનગઢના યજમાન પદે શિહોર તાલુકા કક્ષાના કલા મહાકુંભની રંગારંગ પૂર્ણાહુતિ .

479

ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલ–સોનગઢમાં રમત–ગમત, યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,
ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,ભાવનગર ગ્રામ્ય
સંચાલિત વર્ષ 2019-2020 નો શિહોર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ  ગુરુકુલ
વિવિધલક્ષી હાઈસ્કુલ સોનગઢના યજમાન પદે યોજાઈ ગયો. જેમાં લોકનૃત્ય(સમૂહ નૃત્ય),
ગરબા,રાસ, વકતૃત્વ,ચિત્રકલા,નિબંધ,વાંસળી, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત,
લોકગીત,લગ્નગીત,સમૂહગીત, ભજન,તબલા,ભરતનાટયમ, હાર્મોનિયમમાં પ્રથમ
આવનારા સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ યશવંતરાય નાટયગૃહમાં શિહોર
તાલુકાનું પ્રતિનિધિત્વ કરી પોતાની કલાના કામણ પાથરશે તેમ શિહોર તાલુકા કન્વીનર
એમ.બી. ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.

Previous articleગીર સોમનાથ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં ૯૦૦ થી કલાકારોએ રજુ કરી કલાકૃતિઓ
Next articleUNOની સંસ્થા ‘ઈન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO)’ ખાતે ગાંધીજીની પ્રતિમા લગાવાશે: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા