“રન ફોર ક્લીન જુનાગઢ” મેરેથોનને પ્રમોટ કરવાના હેતુથી કમિશ્નર શ્રી તુષાર સુમેરાની ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ-જૂનાગઢ ની મુલાકાત.

494

જૂનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ આયોજિત “રન ફોર ક્લીન જુનાગઢ” મેરેથોન માટે જૂનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન ના કમિશ્નર શ્રી તુષાર સુમેરા સાહેબે તા. ૨૪/૦૧/૨૦૨૦ ના રોજ ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ ખાતે મુલાકાત લીધેલ હતી.

ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ પોતાની સામાજિક જવાબદારીઓનું સતત વહન કરતી રહી છે અને સૈનિક કલ્યાણ નિધિ અંતર્ગત ભંડોળ ભેગું કરવું, સ્વચ્છ જૂનાગઢ અભિયાન અંતર્ગત શહેરમાં સફાઈ અભિયાન, દિવ્યાંગ બાળકો માટે સંવેદના કાર્યક્રમ, જેવા અભિયાનો સફળતા પૂર્વક કરેલ છે. કમિશનરશ્રી એ કેમ્પસના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સ્વચ્છ જૂનાગઢ માટે આ મેરેથોનમાં બહોળી સંખ્યામાં ભાગ લઇ મેરેથોન ને સફળ બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેઓએ સ્વચ્છતાનું મહત્વ સમજાવી ને સ્વચ્છતાના શપથ પણ લેવડાવેલ અને સ્વચ્છતા અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો ને પ્રોત્સાહિત કરેલ. તેઓએ સ્વચ્છ જૂનાગઢ માટેની કોર્પોરેશનની વિવિધ યોજનાઓ અને ભવિષ્યમાં કોર્પોરેશન દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ માટે થનારા પ્રયાસો વિષે વિસ્તૃત માહિતી પણ આપી હતી.શ્રી સુમેરા સાહેબ સાથે ટોપ એફ. એમ. ના આર. જે. અજય એ પણ પોતાના અન્કરીંગની કળા થી રંગ જમાવ્યો હતો. તદ્ઉપરાંત કમિશનરશ્રી એ ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસના ઇનોવેટર્સને તેઓના પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત રૂ. ૫૫,૦૦૦/- નો ચેક પણ અર્પણ કર્યો હતો.

Previous articleતાનાજીનો જળવો : કમાણીનો આંક ૨૦૦ કરોડની નજીક છે
Next articleઘોઘા ખાતે યોજાનાર ૭૧ મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ કરાયુ