અનુભવના ઓટલે અંક: ૪૫અંતરના ઓરડે

866

આપણે સ્થૂળ શરીરના રક્ષણ માટે જેટલા જાગૃત રહીએ છીએતેટલા સૂક્ષ્મ શરીરની સંભાળ કે તેના રક્ષણ માટે જાગૃત રહેતા નથીમંદિરમાં જ્યારે આપણે ઈશ્વરના દર્શન માટે જઈએ છીએત્યારે અંતરમાં જ્ઞાનનો પ્રકાશ ઝગારા મારવા લાગે છેઆપણે પરમાત્માને ઉદ્દેશી અવનવી અરજ કરી કેટલીક પ્રતિજ્ઞાઓ પણ લેતા હોઈએ છીએપરંતુ મંદિરની બહાર આવતા  પ્રતિજ્ઞાનો અકાળે અંત આવે છેઆપણો જ્ઞાનદીપક સમજરૂપી દિવેલ ખલાસ થતા  બુજાઈ જાય છેઆપણે ભીતરમાં વ્યાપેલા અંધકારમાં ફસાઈ પડીએ છીએકપટી મન આપણી વિવશ સ્થિતિનો લાભ લઈમાયાની દીવાલો ઊભી કરવા લાગે છેમાયાની દીવાલ અંતરમાં વિચારોનું તોફાન ઊભું કરી દે છે. ઊભું થયેલું તોફાન આપણા અંતરપ્રદેશમાં બે ઓરડાનું નિર્માણ કરી દે છેએમાંના એક ઓરડામાં મતલબનો શેતાન નિવાસ કરવા લાગે છેસારી સોસાયટીમાં એક ખોટી આદત ધરાવતો રહેવાસી આવી જાય તો આખી સોસાયટીનું વાતાવરણ બગડી જાય છસારી ગણાતી સોસાયટી રહેવા લાયક રહેતી નથીતેમ અંતરમાં નિર્માણ થયેલા બીજા ઓરડામાં શેતાનનો વસવાટ થતાં વ્યક્તિના ઉત્તમ વિચારો પણ નાશ પામે છેબીજા ઓરડામાં વસવાટ કરતો શેતાન બુદ્ધિ પર પ્રહાર કરી ખોટા ગેરમાર્ગે દોરનારા લક્ષણોને જન્મ આપે છેપરિણામે માણસ બેવડા ગુણધર્મો ધારણ કરી પોતાની ઘોર ખોદવા લાગી જાય છેદિવસેદિવસે માણસનું પતન થવા લાગે છેસોસાયટીમાં ખોટા લક્ષણો ધરાવતો માણસ ઘૂસી જાય તો આખી સોસાયટીને હાની થાય છેસમય જતા સોસાયટીની બધી  વ્યવસ્થા વેરવિખેર કરી નાખે છેતેમ ખોટા વિચારો માણસના પતનનું કારણ બને છેઅંતરમાં બે ઓરડા કાર્યરત થતા  માણસ બેવડા ગુણધર્મો ધારણ કરી વિનાશને નોતરે છેમંદિરમાં રોજ ટોકરી વગાડતો માણસ સમાજમાં અનીતિની ટોકરી વગાડતો ફરે છેસુશીલ સમાજને ગેરમાર્ગે દોરે છેઅંતરના એક ઓરડામાં ભજન કિર્તન ચાલે છેપરંતુ બીજા ઓરડામાં મતલબનો માયાળુ શેતાન માણસને પાપના પ્રપંચ રચવા પ્રેરે છેલોભ અને લાલચનો શેતાન માણસને માયાના સરનામે દોરી જાય છેપ્રથમ ઓરડામાં નિવાસ કરતો ઈશ્વર ચેતવણી આપ્યા વિના  નીકળી જાય છેઅંતે માણસની દૂરગતિ થાય છેકાયાના સરનામે જ્યારે ઇશ્વરની નોટિસ આવે છેત્યારે તેનો ઉત્તર આપવાનો સમય આપણી પાસે હોતો નથીકાયા જર્જરિત થઈ ગયેલી હોવાથી શરીર સાથ આપી શકતું નથીહ્રદય ગતિમાં અવરોધ આવી પડતા,કાયાનો માલિક બનવાની આશા અધૂરી રહે છેતેના સોનેરી સપના ગણતરીની સેકંડોમાં રોળાઈ જાય છેહ્રદયના ધબકાર અટકી પડતા જીવાત્મા ખુદ વિદાય થાય છેસંસારની માયાજાળને ઠોકર મારી અનંતની યાત્રાએ નીકળી પડે છે.

આશાના રંગે રંગાય,

રૂડો રચવો હતો મંચ.

ઉષાના સંગે રંગાય,

પ્રકાશનો કરવો હતો સંગ”

માણસના શમણા રોળાય જાય છેશમણાની સોગાદ આપણને મળતી નથીઅંતરના ઓરડે ઊગેલો સૂર્ય અસ્ત પામી વિદાય થાય છેપછી પ્રકાશ ક્યાંથી જડેજીવનની અણમોલ પળો એળે ગયા પછી ડહાપણ કામ લાગતું નથીઉઝરડો પડ્યા પછી પીડા સહન કર્યા વિના છૂટી શકાતું નથીમાટે ચેતીને ચાલવું જોઈએકોઈ કવિએ કહ્યું છે:

રે કાયાનો હિંડોળો રચિયો,

ડગમગ ઝોલા ખાય રે,

માયલા ચેતીને ચાલો  ભાઈ રે.

ચેતીને ચાલશો તો પાર ઓળંગી જાશો ભવસાગરની માય રે માયલા.

ચેતીને ચાલો ભાઈ રે.

બૂઢો થયો પછી માળા પકડી જીવડાની શી ગતિ થાય રે માયલા.

ચેતી ચાલો ભાઈ રે”

 પદમાં કવિ જીવનમાં ચેતીને દરેક કાર્યો કરવા નિર્દેશ કરે છેકવિના મતે ચેતીને ચાલનાર પ્રત્યેક વ્યક્તિ સંસારરૂપી સાગર ઓળંગી શકે છેસમય ગુમાવ્યા પછી જાગેલો જીવ ભવસાગર પાર ઊતરી શકતો નથીવૃદ્ધા અવસ્થામાં ઈશ્વરની ભક્તિ કરવાથી કાયાનું કલ્યાણ થઈ શકે નહિતેવો મર્મ કરી કવિ મને અને તમને જાગી જવા ટકોર કરે છે.

ભીતરના ભેરુને ઉદ્દેશીને કવિ જણાવે છે: બાહ્ય જગતને જોઈ તારું વલણ બદલાવું  જોઈએમંદિરમાં તું જે વિચારે છોતેને બાહ્ય જગતમાં કદમ માંડ્યા પછી પણ ભૂલ્યા વિના અનુસરવાનું રાખીશ,તો તારો માનવ અવતાર સફળ થઈ જશેજગતના વૈભવને નિહાળી તું ભરમાઈશ નહિકવિની પંક્તિઓ દિલમાં ઉતારવા જેવી છેઅંતરના ઓરડે ચાલતી લીલાની  કથાવસ્તુ છેઅંતરમાં હંમેશા બેવડી પરિસ્થિતિનો અનુભવ આપણે કરતા  હોઈએ છીએજ્યારે સુખદ અનુભૂતિનો આપણે અનુભવ કરવા લાગીએ છીએત્યારે ઇશ્વર આપણા મનમંદિરિયે બિરાજમાન થઈ આપણને દોરતો હોય છેજીવનના રહસ્યો જાણવા આપણને ઈશ્વર અંતરસ્ફૂરણા કરતો હોય છેજે જીવાત્મા અંતરના ઉન્મેશોથી અલિપ્ત રહે છેતે સંસારના દેખીતાં સુખસગવડની માયાજાળમાં ફસાઈ જાય છે.

તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ મુંબઈ (મલાડચિરાગ પ્રવીણચંદ્ર વોરાની પ્રાર્થનાસભામાં મારે જવાનું થયું હતુંદુ:ખી અને જરૂરિયાતવાળા લોકોનો મૃત્યુ પામનાર ચિરાગ વોરા,બેલી હોવાથી પ્રાર્થનાસભામાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો,વેપારીઓઉદ્યોગપતિઓપિડિતો વગેરે ઊમટી પડ્યા હતાપિતા પ્રવીણચંદ્ર વોરા ભાંગીને ભૂકો થઈ ગયા હતાપિતા પ્રવીણચંદ્ર વોરાના ચેહરાનું નૂર અને તેજસ્વિતા યુવાન પુત્રની અચાનક અકાળે થયેલી વિદાયના લીધે વિલાયેલા પુષ્પના બાગ જેવી ઉજજડ થઈ હતીચેહરાની મુદ્રા ઝાંખી દેખાતી હતીમુખમાંથી નીકળતા શબ્દો નિરાશાની ચાડી ખાતા હતામેં કહ્યુપ્રવીણભાઈ હિંમત રાખોજે થવાનું હતું તે થઈ ગયુંહવે દુ:ખી થવાનો કોઈ અર્થ નથીજેનો જન્મ થાય છેતેનું મૃત્યુ પણ નિશ્વિત થયા વિના રહેતું નથીચિરાગભાઈ પ્રકાશનું કિરણ બનીને આવ્યા હતાઆપણને ઉજાળી આપણી વચ્ચેથી વિદાય થયા છેતેમનું જીવન કર્મનો સંદેશ બની મુક્તિનો માર્ગ બતાવશેતેઓ આપણા માટે દીવાદાંડી બની જીવી રહ્યા હતાતેમણે પ્રસ્થાપિત કરેલા માર્ગ પર આપણે ચાલી બતાવવાનું છે. ચિરાગ પ્રકાશ બની આવ્યો હતોપ્રકાશ બની જતો રહ્યો છેતેનો ઉજાસ આપણને સંસારભૂમિ પર ડગ ભરવા માર્ગ બતાવશેગુપ્તદાન કરી તેમણે સાચી માનવતાનો દાખલો બેસાડ્યો છેમાનવ અવતાર વૈભવી સુખસગવડ ભોગવવા મળતો નથીમાનવ અવતાર મુક્તિ મેળવા માટે મળતો હોય છેમાનવ અવતાર અન્ય જીવનું કલ્યાણ કરવા મળતો હોય છેચિરાગભાઈ દીપક બની અજવાળા પાથરવામાં સફળ થયા છેતેમના જીવનનો પ્રકાશ અન્યના જીવનને પણ ઉજાળશેતેથી તેમની વિદાયનો રંજ કરવાનું કોઈ કારણ નથીસારો માણસ માર્ગ પર પસાર થાય છેત્યારે રસ્તા પર વિખરાયેલા કંટકો અને તીક્ષ્ણ કાંકરા દૂર કરી અન્યના માર્ગને સરળ બનાવે છેમાર્ગ પરના અવરોધો દૂર કરવા જાતે પીડા સહન કરી લે છેઉત્તમ કર્મ બજાવી પોતાની માનવતાને દીપાવે છેતેમનો જીવનમંત્ર “બહુજન સુખાય, બહુજન હિતાય” નો હોય છેચિરાગ વોરા પણ એવી  વિભૂતિ હતાતેમનું કર્મફળ જમા થતા તેઓ આપણી વચ્ચેથી વિદાય થયા છેતેમની સ્થૂળ વિદાયથી તમારે દુ:ખી થવું  જોઈએતેમના સરનામે પહોંચવું હોય તો તેમણે બજાવેલા સત્કર્મો આપણે બજાવી આપણી માનવતાને ઉજાળીએતેમના અધૂરા કાર્યો પૂર્ણ કરવા કામે લાગી જઈએ.

માણસ  ધરતી પર પોતાનું કલ્યાણ કરવા અવતાર ધારણ કરે છેમાનવ અવતાર ધારણ કરનાર દરેક જીવાત્માએ અન્યના કલ્યાણ માટે કર્મ બજાવવું જોઈએઅન્યના હિતમાં આપણું પણ હિત છુપાયેલું હોય છેઅન્યના અહિતમાં આપણું પણ અહિત રહેલું છેતેથી આપણા શાસ્ત્રોમાં પણ સર્વેના કલ્યાણની કામના કરવામાં આવી છે.

ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥’’

 

 જ્યારે તમે ખરા દિલથી કોઈનું ભલું થાયતેવી ઈશ્વરને કાકલૂદી કરો છોત્યારે તે પ્રાર્થના બની જાય છેઅધૂરા મને કરેલી પ્રાર્થના શુભકામના જરૂર બને છેપણ પ્રાર્થના બની શકતી નથીતેથી તે પરિણામ પણ આપી શકતી નથીપોતાના માટે કરેલી પ્રાર્થના ધાર્યું પરિણામ આપી શકતી નથીતેનું કારણ આપણી એકાગ્રતાનો અભાવ નથીખરા અર્થમાં પોતા માટે માંગણી કરવી  પ્રાર્થના નથી,પણ ભીખ છેભિખારીને બધા મદદ કરવા જેમ તૈયાર હોતા નથીતેમ ઇશ્વર પણ આપણી દરેક પ્રાર્થના સાંભળી મદદ કરવા હંમેશા તત્પર હોતો નથીતેથી આપણા માટે કરેલી સ્તુતતિ પ્રાર્થના નહિ પણ એક પ્રકારની ભીખ છેભિખારીને જેમ દરેક વખત ધન મળતું નથીતેમ આપણને પણ ઈશ્વર વારંવાર મદદ કરતો નથીનરસી મહેતા અને મીરાંબાઈને અંતરમાં વ્યાપેલા ઉજાસ વડે ઇશ્વરના દર્શન થયા હતાએટલું  નહિ તેને જે તે સમયે મદદ પણ મળી હતીજ્યારે વ્યક્તિ અન્યના દુ:ખરૂપી અંધકાર ખાળવા દીપક બની ઝળહળી ઊઠે છેત્યારે તેનું કલ્યાણ કરવાના ઉદ્દેશથી ઇશ્વર તેને જીવનમરણના તોતિંગ ચક્કરમાંથી ઉગારી લેવા સહાય કરે છેઇશ્વર સંસારની ખટપટમાંથી ઉગારી લેવા જીવાત્માને પોતાની પાસે બોલાવી લે છેઆવી વિદાય સંસારના જીવોને વસમી અને અજુક્તિ પણ લાગે છેપણ વધુ પડતો વૈભવ જીવાત્માને લખચોરાશી યોનીમાં ધકેલી દે છેજેમ ઉનાળાનો સૂર્યનો તાપ આપણને આકુળવ્યાકુળ કરી દે છેતેમ વૈભવવિલાસ આપણને મોહમાં ફસાવી ભ્રમિત કરી દે છેજીવાત્માને ચલિત કરી કર્મબંધનમાં બાંધી દે છે.આસુરી લક્ષ્મી માણસને પાયમાલ કરી દે છે.ધનનો લોભ માણસને અસત્યના માર્ગે દોરી જાય છે.ચિરાગભાઈ પ્રવીણચંદ્ર વોરાએ ૪૩ વર્ષની ટૂંકી વયે આપણી વચ્ચેથી ભલે ચિર વિદાય લીધી હોયપણ તેમણે માનવતાના મુલકને દીપાવ્યો છેતેને સજાવ્યો પણ છેપાંજરાપોળ હોય કે પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણની વાત હોય તેમણે પોતાના કર્મયજ્ઞને પ્રજ્જ્વલિત રાખી સેવાયજ્ઞમાં આહુતિ આપી છેસેવાના કાર્યને ધબકતું રાખવા તન,મન અને ધનથી જોડાઈ ખરી માનવતાના દર્શન કરાવ્યા હતાતેમના અદ્વિતીય વ્યક્તિત્વને મારા શતશત વંદન.

૧૮ જાન્યુઆરી શનિવારના રોજ યોજાયેલી પ્રર્થનાસભા માત્ર ચિરાગભાઈના આત્માની ચિર શાંતિ માટેની શ્રદ્ધાંજલિ  હતીઆત્મ દર્શનની ખોજ પણ હતીઅમારા કીર્તિભાઈ શાહ અને સુભાષભાઈ શાહના અંતરના ઓરડામાં ખીલી નીકળેલી સેવાબાગની મહેક હતીસેવાના સંગીતની સુરીલી સરગમ પણ હતીતેના મધુર સંવાદની કોમળ નિષાદના નાદનું કામણ ઓળઘોળ કરી દે તેવું હતુંસંગીતના સૂરોના વરસાદે નિર્મળ સ્નાન કરવાનો મોકો આપ્યો હતોસંગીતના સૂર આજે શબ્દની સવારી કરી શોભતા હતાશબ્દભાવની વર્ષા ઇશ્વર સમીપ લઈ જવા મહેકને વધુ સુગંધી બનાવતી હતી. મારા અંતરપ્રદેશનો કબજો સંવાદની સરગમે લીધો હતોચિરાગભાઈ વોરાના બંધુ અને ભગિનીના શબ્દો પુષ્પની કળીની જેમ ખીલતા હતાચિરાગભાઈના માનવતાલક્ષી કાર્યોની નોંધ તેમણે સભાને આપી અંતરના પડદા ખોલી નાખ્યા હતામાનવમાનવ માટે કેટલું કરી શકે છે! તેવા શબ્દની સોડમ શ્રદ્ધાંજલિ પાઠવવા ઊભા થયેલા વોરા પરિવારના સભ્યોની વાણીમાં,વરસાદના બિંદુની જેમ ટપકતાં હતાં. હું તેનાથી ભીંજાયો હતોલથપથ થયો હતોમનમાં ઘોડાપૂર આવ્યું હતુંલાગણીનું પૂર મને ખેંચી જાય તે પહેલા હું મારા અંતરની લાગણીના સૂરની સરગમ છેડવા ઇચ્છતો હતોમારા શબ્દોનું પુષ્પગુચ્છ,હું હાથવગું કરી ભાવાંજલિ અર્પવા આવી પહોંચ્યો.

મૃત્યુ વિદાય ભલે હોય, તે ઇશ્વર સાથે જોડનાર સેતુ પણ છેચિરાગભાઈ વોરા તેને મળવાનું સરનામું આપણને આપીને ગયા છેતેમનું સરનામું સત્કાર્યો છેતે કાર્યો કરી આપણે તેમને મળવાનો લહાવો લઈ શકીએ છીએતેમણે સેવાની સંપત્તિ વડે મુક્તિનો ખજાનો ખરીદી લીધો છેતેને પામવા તેઓ આપણને સરનામું આપીને ગયા છેઆપણે સૌ સત્કાર્યની ભૂમિ તરફ કદમ ઉપાડીએ. તે તેમના જીવનનો સંદેશ છેચિરાગભાઈના સંદેશના મધૂર સૂર અને તેમની લયના તાલે મારા અંતરના ઓરડે સત્કાર્યની ધૂન ગુંજતી રહેશે.

તાળી પાડીને રામનામ બોલજો રે,

એના અંતરના પડદા ખોલજો રે,

તાળી પાડીને…

તાળી પાડી ચિરાગ પીવોરાએ,

લખે “ઝગમગ” કહાની ભાવથી રે.

તાળી પાડીને…”

અંતરના ઓરડેથી સેવાના સમ્રાટ ચિરાગ પ્રવીણચંદ્ર વોરાને મારા કોટીકોટી વંદન.

લેખક:- લાભુભાઈ ટી.સોનાણી
Previous articleલોકોની સુવિધામા વધારો થાય તે દિશામા સૌ સાથે મળી કામ કરીએ- સાંસદ ભારતીબેન શિયાળ
Next articleફુલસર ગામ માંપંચામુત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ દ્રારા ફ્રિ નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવા માં આવેલ