જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા શુભ દેવ રિસોર્ટ માં હાફ ડે પિકનિક

538

જે જે સી દ્વારા રવિવાર ના રોજ સવાર થી સાંજ સુધી કુદરતી આહલદક વાતાવરણ માં નાના બાળકો થી મોટા દરેક મેમ્બરઓ એ મજા માણી. શરૂઆતમાં નવકાર મંત્ર થી શરૂઆત કરવામાં આવી પછી દવજેવન્દન કરી દેશ પ્રત્યે ની ફરજ અદા કરી હતી. કોમલબેન નિમેષભાઈ વોરા એ ખુબ જ રોમાંચક ગેમ્સ ની તૈયારી કરી હતી અને દર વખત ની જેમ નિમેષભાઈ વોરા એ પોતાની આગવી શૈલીમાં દરેક મેમ્બરઓ ને અવનવી ગેમ્સ થી આનંદ સાથે જકડી રાખ્યા હતા. સાથે કમિટી મેમ્બર કાર્તિક ભાઈ શાહ મનીષભાઈ દોશી સાથે મેમ્બર્સ સંજયભાઈ શાહ મનીષભાઈ શાહ (ઘી) રાજૂભાઈ મહેતા અને દેવેનભાઈ શાહ (દાઠાવાળા) એ ખૂબ જ સહકાર આપેલ. આ પિકનિક ને સફળ બનાવવા માટે સંસ્થા નાં પ્રમુખ પ્રદીપભાઈ તેમજ દરેક કમિટિ મેમ્બરઓ એ જહેમત ઉઠાવી હતી

Previous articleવિભાવરીબેન દવે પ્રેરિત માવતર ઓલમ્પિક-2020નું આયોજન રવિવારના રોજ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે
Next articleનાનાખુંટવડા પ્રાથમિક શાળાને વૉટરકુલર શાળાને ભેટ