છેલ્લા બે વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો

550

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે જેસર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૦૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પ્રતાપભાઇ જોરૂભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહેવાસી-વિરપુર ગામ, વાડી વિસ્તાર, તા.જેસર જી.ભાવનગર વાળાને ઢુંઢસર ગામના બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા નીતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Previous articleભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે નિશુલ્ક યોગ શિબિરનું ભવ્ય આયોજન
Next articleવલભીપુર શહેરમાં શંકરા આઈ હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે આંખની તપાસ નુંઆયોજન કરવામાં આવ્યું