પાલીતાણાના જીવાપર ગામેથી એક ડફેર ઇસમને દેશી બનાવટાની બંદુક સાથે ભાવનગર એલસીબી

939

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સખત સુચના આપેલ. કે જીલ્લામાં બનેલ અનડીટેકટ ઘરફોડ ચોરી તથા લુંટ તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ અટક કરવા તેમજ જેલ માંથી પરેલો ઉપર છુટેલ આરોપીઓ હાજર થયેલ ન હોય તેવા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સખ્ત સુચના કરૈલ

જે સુચના આઘારે આજરોજ એલ.સી.બી. ભાવનગરની ટીમ પાલીતાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પાલીતાણાના ગરાજીયા ગામ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે જીવાપર ગામ વાડી વિસ્તારમાં પ્રાર્થમીક શાળાની પાછળના ભાગે ફિલ્ટર પાણીની ટાંકા પાસે એક ઇસમ હાથમાં દેશી બનાવટની બંદુક (જામગરી) સાથે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ પહોચતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા તેનું નામ/સરનામુ પુછતા રફિકભાઇ ઉર્ફે ભુરો એહમદભાઇ ડફેર ઉવ.૨૦ રહે. જીવાપર તા.પાલીતાણા વાળો હોવાનું જણાવતા મજકુર પાસેથી દેશી બનાવટની બંદુક જામગરી કિ.રૂ.૫૦૦૦/- ની ગે.કા. મળી આવતા તેની પાસે સક્ષમ અઘિકારીના પરવાના આઘાર પુરાવા નહોય મજકુર ઇસમે આમ્સ એકટ કલમ -૨૫(૧) (૧-બી) મુજબનો ગુન્હો કરેલ હોય ઘોરણસરની કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.

આ કામગરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ.જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.કો. કુલદિપસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleવલ્લભીપુર શહેર માં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Next articleવડવા સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર દ્વારા ૧૮મોં સમુહજનોઈ યોજાયો