જિલ્લા ઉધોગ કેન્દ્ર તથા ડ્રગ્સ મેન્યુફેકચર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

459

જિલ્લા ઉધોગ કેન્દ્ર તથા જિલ્લા ડ્રગ્સ મેન્યુફેકચર્સ એસોસીએશન સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે હોટલ માઇલસ્ટોન, હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલની અધ્યક્ષતામાં પાંચ મુદ્દા અંગે જાગૃતિ સેમિનાર યોજાવામાં આવ્યો હતો આ પ્રસંગે એમ.ઇ.એસ.એમ.ઇના કમિશ્નરશ્રી રણજીતકુમાર ખાસ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઉધોગોના ઝડપી વિકાસ માટે લીધેલા નિર્ણયો અંગેની સમજ અને તેના અમલીકરણ અંગે એક માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત MSME વટહુકમ-૨૦૧૯બેંક ઓફ બરોડા સાથે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા MOU તથા નેશનલ ઓફ એક્ષચેન્જ સાથેના કરારોઅને ફેસીલીટેશન કાઉન્સીલની કામગીરી તથા ગુજરાત લેબર લો અંગેના વિષય ઉપર તજજ્ઞ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી

        આ પ્રસંગે એમ.ઇ.એસ.એમ.ઇ.  MSMEના  કમિશનરશ્રી રણજીત કુમાર ખાસ ઉપસ્થિત રહી ઉધોગકારોને રાજય સરકાર દ્રારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સૂક્ષ્મ-લધુ-મધ્યમ અને મોટા ઉધોગો સાથે નાના ઉધોગોને પ્રોત્સાહન આપવામાં (MSME)સેકટર ઉભું કર્યુ છે. જેમાં તમારે રજીસ્ટ્રેશન કરીને પ્રોડકશન શરૂ કરી દેવાનું હોય છે. તે અંગેની મંજૂરી ત્રણ વર્ષમાં મેળવી લેવાની રહેશેસરકારનો ઉદ્રેશ્ય વધુને વધુ રોજગારી પુરી પાડવા માટે તથા આર્થિક ઇકોનોમિને વેગ આપવા માટેનો છે. જેમાં SC/STને પણ વિશેષ લાભ આપવાની સાથે સબસિડી પણ આપવામાં આવે છે. પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે પણ રૂ. પાંચ કરોડની લોન આપવામાં આવે છે અને સરકાર દ્રારા બેંક ઓફ બરોડા સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે અને લઘુ ઉધોગોને સુરક્ષિતતા પ્રદાન કરવા માટે કાયદા ઘડવામાં આવ્યા છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી સી.જે. પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લધુ-મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે રાજ્ય સરકારની ઓનલાઇન પારદર્શી નીતિની વાત કરી જિલ્લામાં ઉધોગ સ્થાપવા ઇચ્છતા રોકાણકારોને આમંત્રિત કર્યા હતા.

સેમિનારમાં શ્રી રાજેશભાઇ પટેલ તથા જય શાહ દ્વારા MSME કાયદાઓ તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.  આ પ્રસંગે એમ.ઇ.એસ.એમ.ઇના કમિશ્નરશ્રી રણજીતકુમાર, જિલ્લા કલેકટરશ્રી સી.જે.પટેલ, જિલ્લા ઉધોગના મેનેજરશ્રી રીકેન શાહજિલ્લા ડ્રગ્સ મેન્યુફેકચર્સ એસોસીએશનના  પ્રમુખશ્રી કાન્તિભાઇ શાહબેંક ઓફ બરોડાના ડે. મેનેજરશ્રી ઉપાધ્યાય તથા જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ધાણધા-સવગઢ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએસશન  તથા જી.આઇ.ડી.સી. હિંમતનગર લઘુઉધોગ ભારતના શ્રી શ્યામ સુંદર તથા અગ્રીણીઓ ઉધોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.    

Previous articleરીવોલ્વર તથા કાર્ટીસ નંગ-૬ સાથે એક ઈસમને ઝડપી પાડતી મહુવા પોલીસ
Next articleમાનવતાવાદી કામ કરનાર રૅડક્રોસ સોસાયટીના શ્રેષ્ઠ કર્મયોગીઓનું સન્માન : ૮૫ એવોર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા