માનવતાવાદી કામ કરનાર રૅડક્રોસ સોસાયટીના શ્રેષ્ઠ કર્મયોગીઓનું સન્માન : ૮૫ એવોર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા

945

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ છે કે, રક્તદાન, દેહદાન, અંગદાન જેવી માનવસેવાની જ્યોતને કાયમ માટે વધુ પ્રજવલિત બનાવી આ ઉમદા સામાજિક જવાબદારી નિભાવીએ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે ગાંધીનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠકને સંબોધતા, રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે માનવીય સેવાના ઉદાત અભિગભ દ્વારા સ્વૈચ્છિક સેવાને સમર્પિત આ સંસ્થાએ અનેક કિર્તીમાન સ્થાપિત કરવાની સાથે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરીને આપણું ગૌરવ વધાર્યુ છે રેડક્રોસ સોસાયટીને બ્રિટીશ મેડિકલ કાઉન્સીલ જર્નલ દ્વારા ‘‘બેસ્ટ હેલ્થ કેર ઇનોવેટીવ એવોર્ડ ‘‘પ્રાપ્ત થયો છે. આ માટે સૌ કર્મયોગીઓને રાજ્યપાલશ્રીએ અભિનંદન આપી આ ઉમદા કાર્યને વધુ ને વધુ સુદ્રઢ બનાવી અંતરિયાળ વિસ્તારોમાં પણ જન-જનની સુવિધાઓ પહોંચાડવા આહ્વાન કર્યુ હતું. શ્રી દેવવ્રતજીએ ઉમેર્યુ કે, ગુજરાત સ્વૈચ્છિક રક્તદાન કાર્યક્રમમાં દેશભરમાં અગ્રીમ સ્થાન પર છે અને રેડક્રોસની બધી બ્લડ બેન્કો દ્વારા વાર્ષિક લગભગ ૧.૬ લાખ યુનિટ એકત્ર કરીને જરૂરતમંદોની સેવાકરવામાં આવે છે એ સરાહનીય છે. રાજ્યમાં રેડક્રોસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન,ચક્ષુદાન, દેહદાન, થેલેસેમિયા અને સિકસ સેલ એનેમિયા નિયંત્રણ, એઇડ્ઝ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, મેલેરિયા નિયંત્રણ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી . પ્રાથમિક ચિકિત્સા,એમ્બ્યુલન્સ સેવા, આપત્તિ પ્રબંધન શિક્ષણ જેવી સેવાઓ નિરંતર ચાલી રહી છે.

જેમાં જિલ્લા,તાલુકા કક્ષાના સ્વયંસેવકો અવિરત પણે સેવાઓ આપીને પરોપકારનું શ્રેષ્ડ કામ કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, સિનિયર સિટીઝનો માટે ‘‘વાત્સલ્ય ગૃહ’’ ની સેવાઓ રેડક્રોસ દ્વારા ઉપલબ્ધ બનાવાઇ છે. જેમાં સિનિયર સીટીઝનના આરોગ્યની દેખભાળ તેમના ઘરઆંગણે કરવામાં આવી રહી છે. અહીં ‘‘હોમ એટેન્ડન્ટ’’ પ્રશિક્ષણ કોર્સ શરૂ કરાયો છે. જે સિનિયર સિટિઝનો માટે આશીર્વાદરૂપ રહેશે. તેમણે કહ્યુ કે સ્વામી દયાનંદજીએ જે ૧૦ નિયમો માનવીય સેવાના આપ્યા હતાં તેમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાની ઉન્નતિથી સંતુષ્ટ માનીન નહી પણ સૌની ઉન્નતિમાં ભલાઇ છે, એ પ્રત્યે ઉત્કૃષ્ટ કામગીરી કરવા પર પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રેડક્રોસ સોસાયટી દ્વારા થતી માનવીય સેવાની ઉમદા કામગીરીને બિરદાવતાં કહ્યુ કે, ગુજરાત અનેક સમાજસેવી પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યુ છે, ત્યારે રક્તદાનની સ્વૈચ્છિક પ્રવૃત્તિની જેમ બ્રેઇન ડેડ વ્યક્તિઓના જીવન અંગો (ઓર્ગન)નું વધુ ને વધુ જનજાગૃતિ આવે તેવા સહિયારા પ્રયાસો કરવા પડશે. તેમણે કહ્યુ કે આ માટે રાજ્ય સરકારે સોટ્ટો (SOTTO)નો કાયદો પણ બનાવ્યો છે. જેમાં બ્રેઇન ડેડ વ્યક્તિનો પરિવાર ઇચ્છે તો તેના અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરે તો અન્ય વ્યક્તિની જિંદગી બચી શકશે. જેમાં કિડની, લીવર જેવા અંગોના ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યા છે અને આ અંગોનું સત્વરે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય એ માટેના સેફ ઝોન પણ ઉભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યના નાગરિક પણ આ ક્ષેત્રે સ્વૈચ્છિક યોગદાન આપે એ આજના સમયની તીતી જરૂરિયાત છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રક્તદાન,ચક્ષુદાન, દેહદાન જેવા ક્ષેત્રે રેડક્રોસ સોસાયટી દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે એ માટે જિલ્લા-તાલુકા કક્ષાના કર્મીઓના પ્રદાનને એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને બિરદાવતા ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કાયદાકીય અને વહીવટી સગવડો પૂરી પાડવા સદાય તત્પર છે. રેડક્રોસ સોસાયટીને માનવસેવાના આ યજ્ઞમાં જે પણ મદદની આવશ્યક્તા હશે તે માટે સંપૂર્ણ મદદ કરવા પણ સરકાર સહયોગ આપશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. થેલેસમીયા નિયંત્રણ માટે રેડક્રોસ દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરિકોના સ્ક્રીનીંગની જે કામગીરી થઇ રહી છે, તે સરાહનીય છે. જેમાં સેવાભાવી સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપે એ જરૂરી છે.આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે એ રેડક્રોસ સોસાયટી દ્વારા તમામ જિલ્લામાં થઇ રહેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા ઉમેર્યુ કે, બ્લડ બેંકના માધ્યમ દ્વારા નાગરિકોને સેવા આપવાની ઉમદા સેવા આપી નવા છ જિલ્લામાં વિસ્તારવાના છો તે સરાહનીય છે. તેમણે રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમમાં ૦ થી ૧૮ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી .વર્ષના તમામ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ૯૦૦ થી વધુ ટીમો આ કામ કરે છે. ત્યારબાદચોવીસ કલાકમાં જ બાળકને ગંભીર રોગ જણાય તો તેને યોગ્ય સારવાર ઉપલબ્ધ બનાવીએ છીએ જેને ખૂબ સફળતા મળી છે. આ ક્ષેત્રે પણ રેડક્રોસ સોસાયટીને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન ડૉ.ભાવેશ આચાર્યએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થા દ્વારા હાથ ધરાઇ રહેલ કામગીરીની રૂપરેખા આપી હતી અને માનનીય શ્રી ડૉ.મુકેશભાઇ જગીવાલાએ એજન્ડા-કાર્યવાહી નોંધ રજૂ કરી હતી તથા વાઇસ ચેરમેનશ્રી સુમીત ઠાકરે આભારવિધિ કરી હતી.આ પ્રસંગે રક્તદાન, દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના ૧૫ જિલ્લા અને ૧૦ તાલુકાઓના ૮૫ જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના હસ્તે એવોર્ડ- પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયુ હતું. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી ગુજરાતના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ અને વિવિધ જિલ્લામાં કાર્યરત સંસ્થાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજિલ્લા ઉધોગ કેન્દ્ર તથા ડ્રગ્સ મેન્યુફેકચર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
Next articleમહુવા વિધ્યાનગર ખાતેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ સાથે એકને ઝડપી લેતી ભાવનગર એલસીબી