છેલ્લા ૧ વર્ષથી બળત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

0
356

ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર નાઓની ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ને મળેલ બાતમી આધારે સુરત કાપોદ્રા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૯૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(સી), ૩૭૬(એન) તથા પ્રોટેશકન ઓફ ચીનલ્ડ્રન ફોર્મ સેકસુઅલ ઓફેન્સ એકટ સને ૨૦૧૨ ની કલમ ૩(એ) મુજબના ગુન્હાના કામે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી ધનશ્યામભાઇ શંભુભાઇ પરમાર જાતે કોળી ઉ.વ.૩૬ રહે.લાકડીયા ગામ તા.તળાજા હાલ ચુડીગામ સીમ તા.તળાજા જિ.ભાવનગર વાળાને ચુડી ગામની સીમ ખાતેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સુરત કાપોદ્રા પો.સ્ટે. ખાતે મોકલી આપવા ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, બાકુદાન ગઢવી તથા પો.કોન્સ. મનદિપસિંહ ગોહિલ , ચંન્દ્રસિંહ વાળા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here