અનુભવના ઓટલે અંક: ૪૯ રસનું મેઘધનુષ્ય

699

આકાશ જેમ મેઘધનુષ્યની શોભા વડે આકર્ષક બને છેતેમ જીવનમાં રસનું મેઘધનુષ્ય ખીલવા લાગે છેમેઘધનુષ્ય ખીલતા  આપણું જીવન હર્યુંભર્યું બને છેઆઠેપોર આનંદની વાંસળીના સૂર છેડાતાં હોય તેવી અનુભૂતિ થાય છેઉત્સાહ આપણને દરેક કાર્ય કરવા દોરવા લાગે છેસારો અને સુશીલ મિત્ર આપણને જેમ યોગ્ય દિશાના દ્વાર તરફ ખેંચી જાય છેતેમ ઉત્સાહ પણ આપણા જીવનમાં રસની રંગોળી દોરી રસનું મેઘધનુષ્ય ખડું કરી દે છેજેના જીવનમાં રસના મેઘધનુષ્યની શોભા બની આવે છેતેનું જીવન ધન્ય બની જાય છેરસનું મેઘધનુષ્ય વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિના પવિત્ર જળથી નવડાવે છેઆવું સ્નાન ભીતરની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. જીવનની શુદ્ધિ ઉમંગનું આગણું સજાવે છેજ્યારે જીવનનો તબ્બકો શરૂ થાય છેત્યારે ભીતરનો ભેરુ ગાઇ ઊઠે છે.

મેં તો થાળ રે ભર્યો શગમોતીનો રે,

હું હરખે વધાવા જો ને જાઉં મારે આંગણ સોનાસરીખો સૂરજ ઊગ્યો રે”

પદની પંક્તિઓ આપણને જીવનમાં જાગેલા રસરુચિના દર્શન કરાવે છેજીવનમાં એક વખત રસનું મેઘ ધનુષ્ય ખીલી ઊઠે છેપછી અંતરના આંગણે ઉત્સવની છોળો ઊડે છેપ્રવૄત્તિ વ્યક્તિના જીવન સાથે તાદાત્મ્ય સાધી લે છેજે રીતે મેઘધનુષ્યની શોભા આપણા મસ્તિષ્ક પર અસર કરે છેતેવી  રીતે રસનું મેઘધનુષ્ય ખીલવા લાગે છેધીરેધીરે વિસ્તાર પામી વ્યક્તિને ઊર્જાવાન બનાવી દે છેગામડાગામની શેરીઓમાં ગવાતું પદ જેટલું કર્ણપ્રિય લાગે છેતેટલું  માર્મિક પણ છેપદના શબ્દોનું વિશ્લેષણ કરવામાં આવે છેત્યારે ખ્યાલ આવે છેહરખથી ઉપાડેલું કદમ માણસને પ્રગતિના પંથે દોરી જાય છેમીઠાશરૂપી મોતી વડે થાળરૂપી અંતર ભરાઈ જાય છેત્યારે સોના જેવી પ્રગતિનો સૂર્ય,વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથરવા આવી પહોંચે છેઉગતી ઉષાના પ્રત્યેક કિરણો અંતરના અંધકારને મીટાવી દે છેચર્મચક્ષુ ભલે નિષ્ક્રિય થયા હોયપરંતુ વ્યક્તિની પ્રજ્ઞાને દિવ્યચક્ષુ દૃષ્ટિ આપે છેતીક્ષ્ણદૃષ્ટિ આપણને જીવનના અસત્યોથી બચાવી લે છેપરંતુ ધૂંધળી દૃષ્ટિ સત્યનો માર્ગ શોધી શકતી નથી. દૃષ્ટિભેદના કારણે પામર મનુષ્ય સંસારરૂપી ભૂમિ પર પોતાના કદમ ઉપાડી સત્યની મંજિલ સુધી પહોંચી શકતો નથીમતલબની દુનિયામાં ખોવાયેલો માણસ તક મળવા છતાં પોતાનું યોગ્ય કર્મ બજાવી શકતો નથીકર્મના અભાવે વ્યક્તિનું પતન થાય છેમાનવ અવતાર પળવારમાં પૂરો થઈ જાય છેતેથી દરેક વ્યક્તિએ જીવનમાં ઉત્તમ કર્મ બજાવવા તત્પર રહેવું જોઈએઆવું કર્મ નિષ્કામભાવે બજાવાથી કલ્યાણનો માર્ગ અંતરાયો વિનાનો હોવાથી જીવનપ્રદેશને નવી ઉંચાયો આપે છેબીજી તરફ અજ્ઞાનના અવરોધો પેદા થાય તો જીવનને વેરવિખેર કરી દે છેકેટલાક લોકોની જીવનશૈલીનો અભ્યાસ કરીએત્યારે આપણને ખબર પડે છેરસનું મેઘધનુષ્યથી માણસના જીવનમાં કેટલું પરિવર્તન આવતું હોય છેયુગેયુગમાં લાગુ પડે તેવો ગીતાનો સંદેશ યાદ રાખવા જેવો છે.

મોક્ષના ત્રણ માર્ગો છે:

 

(૧)ભક્તિયોગ:

 માર્ગ કાંટાળો છેકાયર લોકોનો અહીં ગજ વાગે તેમ નથી માર્ગે કલ્યાણ કરવા નીકળેલો માણસ ફસાઈ પડે છેવર્તમામનપત્રોમાં આપણને અનેક સંતોમહંતોના ચારિત્ર વિશે જાણવા મળે છેવાસના, ભક્તિમાર્ગનો દુશ્મન બની  માર્ગે મોક્ષ માટે યાત્રા કરવા નીકળેલા યાત્રાળુને અવરોધવા આવી પહોંચે છેઇતિહાસમાં પણ આપણને આવા અનેક ઉદાહરણો જોવા મળે છેતેથી  માર્ગ ઘણો કપરો હોય તેવું લાગે છેમુસાફરીમાં આપણે અનુભવી લોકોને પુછીને માર્ગ પસંદ કરીએ છીએતેમ સંસારભૂમિ પર જીવનરૂપીદોડતી ગાડીને સલામત રીતે મોક્ષની મંજિલ સુધીલઈ જવા યોગ્ય માર્ગની પસંદગી કરવી પડશે.

 

(૨) જ્ઞાનયોગ:

  માર્ગ ભોમિયા વિના પસાર કરવો શક્ય નથીવળી ભીતરના ભેરુ જાગૄત અવસ્થામાંપોતાનું શરીરરૂપી વાહન ચલાવી શકે તો  મોક્ષરૂપી ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકાય છેતાલીમ વિના ડ્રાઇવિંગ થઈ શકતું નથીતેમ સાધના વિના જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથીયોગ્ય ગુરુ પ્રાપ્ત  થાયતો  જ્ઞાનના અભાવે સાધના થઈ શકતી નથી.

 

(૩) કર્મયોગ:

કળીકાળમાં મોક્ષ મેળવવા માટેનો  સૌથી સરળ માર્ગ છેનિ:સ્વાર્થ રહી કરેલું કર્મ આપણને ફળ આપ્યા વિના રહેતું નથીકર્મ બજાવી જે વ્યક્તિ હળવો થઈ શકતો હોયતે  માર્ગ પર સફળતાપૂર્વક આગળ વધી શકે છેનિષ્કામભાવે બજાવેલું કર્મ ઉત્તમ ફળ આપે છેફળની ચિંતા કર્યા વિના બજાવેલું કર્મ વ્યક્તિનું સંચિત કર્મ બની જન્મોજન્મ ફળ આપતું રહે છેધીરેધીરે શુદ્ધ થયેલો આત્મા મુક્તિના ધામ સુધી પહોંચી જાય છેજોકે  માર્ગ પણ ઘણો લાંબો છેમારા મતે મોક્ષયાત્રાનો   ખૂબ  સલામત માર્ગ છેતેથી  માર્ગની યાત્રા ઘણી લાભકારક નીવડે છે.

 

પ્રકૃતિના ત્રણ ગુણોના આવરણથી ઢંકાયેલો જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથીસત્વરજોઅને તમોગુણ આપણને કર્મ કરવા ખેંચતા રહે છેમાણસ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથીમન અને તનથી માણસ કર્મ બંધનમાં પડતો  રહે છેતેથી કર્મ બજાવી મોક્ષ પ્રાપ્તિ માટે કાર્યરત રહેવું સૌથી સારું છે.કાયાના સરનામે હરિના કાગળ આવેતે પહેલા  જાગૄત બનીશું તો મુક્તિના મુકામ પર સફળતાથી પહોંચી શકીશું. કર્મ નહિ કરવા કરતા કર્મ કરવું વધુ સારું છેકારણ કે કર્મ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથીકર્મ નહિ કરનાર જીવ પણ કર્મબંધનમાં પડે છેકર્મમાં ફસાયેલા જીવને લખચોરાશી યોનીમાં અવતાર ધારણ કરવો પડે છેનિયત કર્મ કરનાર જીવ સદા આસક્ત રહી બંધનમાંથી મુક્ત રહે છેસૃષ્ટિના ઉદય સમયે મળેલા આશીર્વાદ મુજબ કર્મયજ્ઞ વડે દરેક પ્રાણી સુખી રહે છેકર્મની પુંજી કમાઈ મુક્તિ પણ પામે છેપ્રકૃતિ વડે ઉદ્ભવેલો જીવ પ્રકૃતિના ચરણે ગયા વિના ઊગરી શકતો નથીઅર્થાત પ્રકૃતિને અનુસર્યા વિના જીવની મુક્તિ થતી નથી.કોઈ પણ અપેક્ષા વિના જ્યારે આપણે નિષ્ઠાથી આપણી ફરજ અદા કરીએ છીએત્યારે કરેલું કર્મ અણધાર્યું ફળ આપે છેફળની અપેક્ષા રાખ્યા વિના બજાવેલી સેવાના સંચિત કર્મ વડે જીવાત્માનો મુક્તિનો માર્ગ તૈયાર થાય છેએવી જ રીતે રોજબરોજ વિશેષ બદલાની અપેક્ષા વિના કરેલ કાર્ય સંચિત કર્મફળ બની જાય છેપરમશક્તિની કૃપા વડે વ્યક્તિને કોઈવાર અણધાર્યુ ફળ પણ પ્રાપ્ત થાય છે.

 

થોડાં સમય પહેલાં વર્તમાનપત્રમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ચાલીશ દિવસની બાલિકાની જિંદગી બચાવવી હોય તો તેનું હૃદય બદલવાની જરૂર હતીમેંગ્લોરમાં મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરમાંથી હૃદય કાઢી બેંગ્લોરમાં સારવાર લેતી  બાલિકાને તાબડતોબ ઓપરેશન કરી બેસાડવાની જરૂર હતીપણ મેંગ્લોરથી બેંગ્લોર ૩૫૨ કિમીનું અંતર કાપતા લગભગ સાત કલાકનો સમય પસાર થઈ જાય તેમ હતુંમૃત શરીરમાંથી કાઢેલું હૃદય ચાર કલ્લાકમાં ટ્રાંસપ્લાંટ કરવું અનિવાર્ય હતુંઅન્યથા ટ્રાંસપ્લાંટ થયેલ હૃદયની ધડકન કાર્યરત રહી શકે નહિપડકારરૂપ કામ ખૂબ સામાન્ય ડ્રાઇવરે પૂર્ણ કરી આપ્યુંએક બાળકીની જિંદગી તેણે બચાવી લીધીડ્રાઇવરનું કાર્ય કોઈ પણ અપેક્ષા વિનાનું હોવાથી તેને સરકાર, અભિનેતા, ઉદ્યોગપતિઓ તરફથી કરોડો રૂપિયા પુરસ્કાર તરીકે મળ્યાતેમની કર્મ પુંજીનું મૂલ આંકવુ કઠિન છેજીવનમરણ વચ્ચે જોલાં ખાતી બાળકીને જીવાદોરી મળી ગઈકેટલું મોટું પુણ્ય પ્રાપ્ત કર્યું કહેવાય!

સલામ છે ડ્રાઈવિંગ કરનાર મહાનુભાવનેજેણે બચાવી માનવ જિંદગી બીજા શબ્દોમાં કહુ તો ઇશ્વર પોતાનો પેગંબર બનાવી કોઈ પણ જીવાત્માને ઉમદા કાર્ય કરવા મોકલી દે છેજીવનમાં ઈશ્વરની કૄપા વડે રસનું મેઘધનુષ્ય હાંસલ કર્યું હોયતે વ્યક્તિ પેગંબર થઈ શકે છેઆવું પદ પ્રાપ્ત કરનાર ઓલિયો કહેવાય છેકોઈવાર માનવ કલ્યાણ અર્થે ઓલિયો પૃથ્વી પર અવતાર ધારણ કરે છેકવિના શબ્દમાં કહુ તો:

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું,

 દુનિયામાં ઇચ્છાથી હું અવતાર ધરીને આવુ છું”

સમગ્ર માનવ સમાજને ઉદ્દેશીને કવિ કહે છે:

હે માનવ તું વિશ્વાસ રાખજેસમયાંતરે હું  ધરતી પર મારી પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરીને આવુ છુંમાનવને ઉદ્દેશી કવિ કહે છે.

તારે ભરોસો રાખવો જોઈએકારણકે હું સમય બની સમજાવુ છું દુનિયામાં ઇશ્વર તેની ઇચ્છાથી અવતાર ધારણ કરે છેસમય બની આપણને સમજાવે છેસમય પરિવર્તનશીલ છેકાયમ એકસરખી પરિસ્થિતિ રહેતી નથીરાજા તે રંક અને જળ ત્યાં સ્થળ થયા વિના રહેતા નથીત્યારે જીવનમાં ઉત્સાહ અને ઉમંગને સજાવા યત્ન કેળવવો પડશેશાળામાં શિક્ષકે પોતાના વિદ્યાર્થીમાં પડેલી કલાને પારખી લઈતેના અંતરના આંગણે રસનું મેઘધનુષ્ય ખીલી ઊઠે તેવો નમ્ર પ્રયાસ કરવો જોઈએકલાશકતિ વ્યક્તિના દિલને સ્નિગ્ધ બનાવે છેજેના લીધે તોફાની વિદ્યાર્થી પણ સ્નિગ્ધતાના દોરડા વડે કેદ થાય છેહું ગંભીર વિદ્યાર્થી હોવા છતાં ધોરણ દસમાં ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવા વર્ગ છોડીને પણ કોઈવાર જતો રહેતો હતોઅંધજનમંડળ  અમદાવાદમાં તે સમયે બનેલો એક પ્રસંગ યાદ આવે છેભારત પાકિસ્તાન વચ્ચે વનડે શ્રેણી ચાલતી હતીશાળામાં કવિતા લેખનની સ્પર્ધા યોજવાની જાહેરાત અમારા આચાર્ય શ્રી કનુભાઈ ઠક્કરે કરીમાત્ર ચોવીશ કલાકનો સમય આપવામાં આવ્યો હતોઅપાયેલા શીર્ષક પર કવિતા લખવાની હતીકામ ઘણુ કપરુ હતુકારણ સ્વરચિત કવિતા અપાયેલા શીર્ષક પર રચવી સહેલી  હતીશીર્ષક સાંભળતા  ગતાગમ  પડી. શીર્ષક “સ્પર્શનું સ્પંદન” આપવામાં આવ્યું હતુંમેં સ્પંદન શબ્દ પહેલીવાર સાંભળ્યો હતોતેથી તેના પર કવિતા રચવી એનાથી પણ વધુ અઘરું હતુંક્રિકેટ કોમેન્ટ્રી તો જાણે અમારી રાહ જોતી હોય તેમ, તેની ચિંતા પણ સતાવતી હતીમેં તેમજ અમારા વર્ગના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લેવાનું માંડી વાળ્યુંબીજા દિવસના ચાર વાગે ચોવીશ કલાક પૂરા થવાના હતાલગભગ દસ વાગ્યા હશે. અમારા ધોરણ દસનો એકસ્ટ્રા અંગ્રેજીનો વર્ગ ચાલતો હતોવર્ગ શિક્ષકે ભારે નિરાશા સાથે અમને ઉદ્દેશીને કહ્યુ: ‘’આજે મારા વર્ગનું નાક વાઢી નાખ્યુંએક પણ વિદ્યાર્થીએ ભાગ  લીધોઆચાર્યે મને ઠબકો આપ્યો છેતમે સાલાવ ગમાર છોતમારામાં રસરુચિ દેખાતાં નથીસોનાણી લખી શકે તેવો વિદ્યાર્થી છેછતાં તેણે પણ ભાગ  લીધો.‘મેં કહ્યુ: “સર મને સ્પંદન શબ્દની ગતાગમ પડતી નથી.’ સર બોલ્યા: “મૂરખ છોસ્પંદન એટલે અનુભૂતિ, સંવેદના” હું બોલ્યો: ‘સર, મને પિરિયડમાંથી મુક્તિ મળે તો પ્રયત્ન કરું.’ મને લગભગ અગિયારના સમયે પિરિયડમાંથી મુક્તિ આપવામાં આવી. હું કવિતા લખવા બેઠોવિચારોનું ઘોડાપુર ઊમટ્યુંસમય પહેલા કવિતા જમા કરાવાની હતીવળી કવિતા એક પેજમાં  લખવાનો નિયમ હતોસ્પંદન એટલે અનુભૂતિ કે સંવેદના. અનુભૂતિ કરતા સંવેદના શબ્દ વધુ સ્પર્શ્યોકવિતા તૈયાર થઈ ગઈવર્ગ શિક્ષકના માધ્યમથી તે નિર્ણાયકો સુધી સમય પૂરો થાયતે પહેલા બપોરના ત્રણ કલાકે પહોંચી ગઈપરિણામ આશ્ચર્યજનક આવ્યુંછેલ્લી પહોંચેલી કવિતા પ્રથમ આવીવર્ગ શિક્ષકનું નાક વઢાવાના બદલે ગૌરવ વધ્યું.

તે કવિતાના શબ્દો હતા:

સ્પર્શની સંવેદના”

સંવેદના સ્પર્શ તારી ન્યારી,

તેં ઉગારી અહલ્યા નારી;

વ્યાપક કેવી તારી કારી,

દૃષ્ટિહીનોની ખોલી બારી.

હૃદય મારું હંમેશ ડોલે,

તારા નિત આ ગુણગાન બોલે.

ચેતાઓની મહારાણી,

સીડી બની  મનવાની;

જેથી પામ્યો અક્ષરધાની,

ઝગમગ” લખું  કવિવાણી.

લેખક: લાભુભાઈ ટી.સોનાણી

Previous articleઅક્ષય કુમાર એકતા કપૂરની ફિલ્મમાં ચમકશે : અહેવાલ
Next articleલવ આજ કલ 2 ની એક્ટ્રેસ પ્રણતિ રાય પ્રકાશ એકતા કપૂરની વેબ સિરીઝ “કાર્ટેલ” માં દેખાશે