બોટાદ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને ૧૦૮ ઈમર્જન્સી અને ખીલ ખીલાટ સેવાની રીવ્યુ મીટીંગ:કામગીરીની સમીક્ષા કરાઈ

586

રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ને નેજા હેઠળ ચાલતી જીવીકે ઈ એમ આર.આઇ ૧૦૮ ઇમરજન્સી સર્વિસ અને ખિલખિલાટ સેવાની જાન્યુઆરી ૨૦૨૦ સુધી ની કામગીરી ની સમીક્ષા બોટાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવી હતી.જેમાં 27 ફેબ્રુઆરી 2020 ના રોજ આ મીટીંગ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અન્ય ગુજરાત રાજ્ય સરકારના બોટાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને આ સેવાની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટર વિશાલ ગુપ્તા દ્વારા જરૂરી વિભાગોને આ સેવાનો વધુ ઝડપી અને વધારેમાં વધારે ઉપયોગ કરે તે સુચન આપવામાં આવ્યું હતું તેમજ બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર ઘટે તે માટે ખિલખિલાટ સેવાનો ઉપયોગ બહોળી સંખ્યામાં સગર્ભા માતા લે તે માટે જરૂરી સુચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ઝીરો થી એક વર્ષના બાળકોને જરૂરી સારવાર તેમજ રસીકરણ માટે તથા જરૂરી ન્યુટ્રીશન સારવાર લેવા માટે તમામ અધિકારીઓને આજ્ઞા કરવામાં આવી હતી.આ મિટિંગમાં જિલ્લા અધિકારી 108 emergency અને ખિલખિલાટ સેવાના સંજય ઢોલા તથા પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર-વિપુલ લુહાર

Previous articleરાણપુરમાં જન્મભુમિ હાઇસ્કુલ ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારીની શિબિર યોજાઈ.
Next articleFINANCIAL INCLUSION AND FINANCIAL LITERACY – Navin Kumar Singh