રાણપુરમાં જન્મભુમિ હાઇસ્કુલ ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારીની શિબિર યોજાઈ.

548

ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે જોડાયેલ તેમજ હીરાના કારખાનામાં કામ કરતી મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ.


બોટાદ જિલ્લાના રાણપુરમાં ધી.જન્મભુમિ હાઈસ્કુલ ખાતે જીલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા રાણપુર ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે જોડાયેલા તેમજ હીરાના કારખાનામાં કામ કરતી મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન આપતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત કાયદાની જોગવાઈઓ મદદ ફરિયાદ નિવારણ વિશે બહેનો ને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આઇ.સી.ડી.એસ.ના સિડીપોઓ એ હાજરી આપી હતી. તેમજ જન્મભુમિ હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહિલ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.તેમજ એડવોકેટ રાજેશભાઈ મકવાણા દ્વારા જાતીય સતામણી કાયદાકીય માહિતી અપાઈ હતી.ફ્રી લીગલ એડ વિશે વકીલ અનોપસિંહ પરમાર અને પેરાલીગલ એડ સેક્રેટરી અમિતભાઈ રત્નોદરે આપી હતી. જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મીનાક્ષીબેન પરાલીયા દ્વારા મહિલાઓને લગતી યોજનાઓ ની માહિતી અપાય હતી. રાણપુર પોલીસ સ્ટેશનમાંથી આવેલ હેડ કોન્સ્ટેબલ હેમુભાઈ જમોડ દ્રારા સાયબર ક્રાઈમને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું.પી.બી.એસ.સી.કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા બોટાદ પી.બી.એસ.સી.કામગીરી ની માહીતી અપાઈ હતી.૧૮૧ વિશે ખુશ્બુબેન પટેલ દ્રારા વ્હાલી દીકરી યોજના વિશે ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન માહિતી આપી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વી.એમ.કે.રાણપુર માં દિપાલીબેન તેમજ નારી અદાલત ના ચંદ્રિકાબેન મકવાણા નું સારૂ યોગદાન રહ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.બી.એસ.સી. કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાયદાકીય શિબિર બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કે.વી.કાતરીયા તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી રમેશ જાખાણીયા ની દેખરેખ અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસંત શ્રી કાળુબાપુ(મુનિબાપુ)ની પ્રેરણા અને આશ્રમ તરફ થી લાઠી ના ધ્રુફણીયા ગામે ગામ ધુમાડા બંધ રખાયેલ
Next articleબોટાદ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને ૧૦૮ ઈમર્જન્સી અને ખીલ ખીલાટ સેવાની રીવ્યુ મીટીંગ:કામગીરીની સમીક્ષા કરાઈ