જય ભવાની જીવદયા સેવા સિમિત ટ્રસ્ટ દ્વારા ગૌ સેવાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો

637

સુરત,જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા ના લાભાર્થે ખુબ જ સરસ અને સુંદર ભવ્ય લોક ડાયરા નું આયોજન ૨૯ ફેબ્રુઆરી ને શનીવાર ના રોજ રાત્રે વૃંદાવન ફામૅ,દુખિયાના દરબાર વાળો રોડ,મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું હતું.આ આયોજન માં મુખ્ય કલાકાર તરીકે રાજભા ગઢવી (પ્રસિધ્ધ લોક સાહિત્ય કાર), અલ્પા પટેલ (કોકિલ કંઠી લોક ગાયીકા), પ્રવિણ પટેલ (કંઠ એક સુર અનેક લોક ગાયક) વગેરે કલાકારો ઉપસ્થિત રહી સુરતી જનો ને આનંદ કરાવ્યો હતો.

જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા દેશ ની આન બાન અને શાન એવા તિરંગા સાથે કલાકારો ની એન્ટ્રી કરી સ્વાગત પણ આ કાર્યક્રમ માં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી મનીષભાઈ વધાસીયા અને ડો.ડી.ડી.દિયોરા સાહેબ દ્રારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ શ્રી, આમંત્રીત મેહમાનો,સહયોગી તમામ સંસ્થાઓ નુ. જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ખુબ જ મોટી સંખ્યામાં.શહેરી જનો પણ ઉપસ્થિત રહ્યા હતા .

આ ગૌ સેવા ના લાભેથૅ ના ડાયરા માં દાતા શ્રીઓ, આમંત્રીત મેહમાનો,અને શહેરી જનો દ્વારા પૈસા નો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય લોક ડાયરા માં એક અદભુત નજારો પણ જોવા મળ્યો હતો જેમાં મોબાઈલ દ્વારા ફેસ લાઈટ કરી ને ખોડીયાર માતાજી ની આરતી કરવામાં પણ આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ લક્ષ્ય યુ ટ્યુબ ચેનલ અને વાલમ ચેનલ પર કરવામાં આવ્યું હતું,

અંત માં જય ભવાની જીવદયા સેવા સમિતિ ના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગૌ સેવા ના આ ભગીરથી કાર્યક્રમ આપ સૌ સુરતી જનો,દાતા શ્રી, આમંત્રીત મેહમાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને અદભુત સફળતા અપાવી એ બદલ અમે હ્દય પુવૅક આભાર વ્યક્ત કરીએ છીએ.
તસ્વીર:- વિરલ વરીયા (,સુરત)

Previous articleભાવનગરમાં આજથી SSC અને HSC પરીક્ષાનો પ્રારંભ
Next articleભારતિય લેખિકા સંમેલન જુહી મેળા માટે ભાવેણાની બે કવયિત્રીની પસંદગી