વેરાવળ ખારવા સમાજના સમુહલગ્ન તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષના લોકાર્પણમાં મુખ્યમંત્રી હાજરી આપી

510

વેરાવળ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના નવમા સમુહ લગ્નનું આયોજન ભવ્યતાથી કરવામાં આવ્યુ હતું. કુલ ૪૭ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડયા હતા.પટેલ લખમભાઇ ભેંસલાના માર્ગદર્શન હેઠળ નાના મોટા અમીર ગરીબ ભેદભાવ ભુલી આ સમુહલગ્નમાં હાજરી આપી હતી.તેમજ દાતાઓ તરફથી અનેક ભેટ મળી હતી.ખાસ કરીને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહી  અને આશિર્વચન પાઠવ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ સમુહલગ્નોને આજના યુગની જરૂરીયાત ગણાવી છે. સમયનો બચાવ , પૈસાનો બચાવ થાય છે. સમાજના આગેવાનો માતા પિતા બની આર્થિક નબળા માતા પિતાની લગ્નની ચીંતા મટાડે છે.

તમામ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ખારવા સમાજ દ્વારા ૧૫૦૭૦૧ રૂપિયાનો કન્યા કેળવણી નિધી નો ચેક અર્પણ કર્યો હતો.

આ ઉપરાંત ૪.૨૫ કરોડના ખર્ચે નગરપાલીકા વેરાવળ દ્વારા બનાવવામાં આવેલ અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ૨૫ બાય ૫૦ મીટરનો વિશાળ સ્વીમીંગ પૂલ,જીમ,યોગા રૂમ, ઇન્ડોર ગેમ જેવી કે ટેબલ ટેનીસ, સ્નુકર, કેરમ અને ચેસ જેવી રમતો રમી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ વોલીબોલ અને ટેનીસ રમી શકાય તે માટે પણ મેદાન બનાવાયુ છે. આ ઉપરાંત બેડમિન્ટન રમી શકાય તેવુ આયોજન પણકરાયુ છે.

સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જીલ્લા ના આ બન્ને કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહૃાા હતા. આવતીકાલે સાસણ ગીર ના જશે.

Previous articleઉમરવાડા સરકારી શાળામાં બાળકી સાથે અડપલાં કરાયા
Next articleરાજ્યપાલએ સુરતનો હિરો કેતન ચોરવાડિયાના સંવેદનશીલ અને હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું