સ્વયંભુ સહાયતાથી સ્ત્રી સશક્તિકરણ

350

વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ એક ચર્ચા નો વિષય રહ્યો છે. આ દિશામાં વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આવોજ એક ઉત્તમ પ્રયત્ન એટ્લે સ્વયં સહાયતા સમૂહ.
ચાલો સમજીએ શું છે આ સ્વયંસહાયતા સમૂહ અને સ્ત્રી સશક્તિકરણ માંતેનું શું યોગદાનછે.
સ્વયં સહાયતા સમૂહ,એસએચજી એટ્લે કે સેલ્ફ હેલ્પ ગૃપ તરીકે વધારે પ્રચલિત છે. એસએચજી સામાન્ય રીતે 10 થી 20 વ્યક્તિઓનું એક સામાન્ય હેતુથી રચાયેલું સમૂહ હોય છે. સમૂહના વ્યવસ્થિત સંચાલન માટે સભ્યોમાંથી જ એક પ્રેસિડેંટ, એક સેક્રેટરી અને એક ટ્રેઝરર નિયુક્ત કરવામાં આવે છે. સ્વયં સહાયતા સમૂહ ના મૂળ બાંગલાદેશ ના મોહમ્મદ યુનુસ દ્વારા તેમની ગ્રામીણ બઁક ઓફ બાંગલાદેશના માધ્યમથી 1975માં નખાયા હતા. ભારતમાં નાબાર્ડ દ્વારા સ્વયં સહાયતા સમૂહની શરૂઆત 1986-87 માં કરવામાં આવી હતી.સ્વયં સહાયતા સમૂહ માં માત્ર મહિલાઓ, માત્ર પુરુષો કે મહિલાઓ અને પુરુષો પણ હોય શકે. પરંતુ આંકડાઓ પ્રમાણે માત્ર સ્ત્રીઓ દ્વારા સંચાલિત સ્વયં સહાયતા સંઘો વધુ સફળ છે. આ સફળતા પાછળ બહેનોની અખૂટ મહેનત અને એમનીબચતની અદભૂત કળા મહદઅંશે જવાબદાર છે.આંકડાઑના અવલોકન કહે છે કે ૯૦ ટકા કરતાપણ વધારે સ્ત્રીઓ દ્વારા સંચાલિત સ્વયં સહાયતા સમૂહસફળ થયા છે.આ પાછળ સરકાર દ્વારા મળતો સહકાર,આ ક્ષેત્રમાં સફળ એનજીઓનું માર્ગદર્શન અને બૅન્કો દ્વારા મળતી સરળ સહાય પણ મદદરૂપ થઈ રહી છે. આવા સ્વયં સંઘોએ પોતાના વ્યવસાયમાં સારી એવી શાખ ઊભી કરી છે. આમાંના કેટલાક તો મોટા પાયે વ્યવસાય વિકસિત કરવામાં પણ સફળ થયા છે. ભારતમાં અમદાવાદમાં ઈલાબેન ભટ્ટે સ્ત્રી સશક્તિકરણ અને સ્વરોજગારમાટે “સેવા” એનજીઓની સ્થાપના કરી, કચ્છમાં બહેનોની ભરતગૂંથણ કળાને પ્રોત્સાહન અને આજીવિકા મળેએ માટે “શ્રુજન” એનજીઓ પ્રયાસ કરે છે. આવી તો અનેક સંસ્થાઓઆ ક્ષેત્રમાં કાર્યરત છે.
સ્વયં સહાયતા સમૂહમાં બહેનો પોતાની નિશ્ચિત અને નિયમિત બચત દ્વારા જૂથનું એક કોમન ફંડ ઉભું કરે છે. એમાંથી તેઓ જરૂરિયાત પ્રમાણે જૂથના સભ્યોને ધિરાણ પણ કરે છે. આથી ઘરના નાના મોટા કામોમાં સ્ત્રીઓ પોતાનું આર્થિક યોગદાનઆપે છે જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.આમ પોતાના જ પૈસાથી પોતાના પ્રશ્નો નો હલકરવાનો નાનકડો પરંતુ વૈશ્વિક સમસ્યાનો ઉકેલઆપી શકે એવો ઉત્તમ પ્રયોગ છે. આસામનાં જોરહાટમાં નાનકડા ગામ ડોલોઇગાંવમાં રૂપજ્યોતિ સ્વયં સહાયતા સમૂહે સિલાઈ કામ, હાથ વણાટ તેમજ અન્ય કામોમાં સફળતા મેળવી છે અને બજારમાં પોતાનાં સમૂહની એક વિશેષ સાખ ઊભી કરી છે. . આ સફળતા માં ડીઆરડીએ દ્વારા મળતી 50% સબસિડી પણ સહાય રૂપ થઈ છે. ૨૦૦૬માં નાની નાની બચતથી શરૂ થએલ આ સમૂહ સફળતા નાં નવા શિખરો સર કરી રહ્યું છે. ધૂમલી ગામમાં આવેલ લક્ષ્મી સખી મંડળે પણ હાથ વણાટ દ્વારા સમૂહની સારી એવી પ્રગતિ કરી છે. આવા અનેક સ્વયં સહાયતા સમૂહ અગરબત્તી, મીણબત્તી, પગલુંછણિયા વિવિધ સૂકા નાસ્તા, અથાણું, પાપડ વગેરે કુટીર ઉદ્યોગમાં સફળ થઈ રહ્યા છે. એનજીઓ એટ્લે કે બિન સરકારી સંસ્થાઑ દ્વારા આવા સ્વયં સંઘોને તાલીમ પણ મળે છે.જો ૬ મહિનાસુધી સેલ્ફ હેલ્પ ગ્રૂપ વ્યવસ્થિત ચાલે તો બૅન્કો તરફ થી તેમના કોમન ફંડ ના આધારે તેમને ધિરાણપણ મળે છે. આમ વિવિધ પ્રકારની મદદથી તેઓ ગૃહ ઉધ્યોગ શરૂ કરી શકે છે. એસએચજી દ્વારા સ્ત્રીઓ પોતાનો જ નહીં પણ પોતાના ઘર તેમજ સમાજ નો પણ વિકાસ કરે છે, એસએચજીના માધ્યમોથી તેઓની નિર્ણય શક્તિ વધે છે અને બઁક માં લેવડદેવડની આવડત ખીલે છે.બચત કરવાની સાથે સાથે તેઓ આંકડાકીય જ્ઞાન પણ શીખે છે. સ્ત્રી સશક્તિકરણની દુનિયા માં આ એક મહત્વપૂર્ણ કદમ છે.
સ્વયં સહાયતા સમૂહઍટલે નાની બાબચતથી મોટો લાભ,જ્ઞાન થી સબળ થવાનો માર્ગ,બઁક તરફથી આસાન ઋણ સુવિધાદ્વારા મોટા પાયે વ્યવશાય વિકસાવવાની તક અને વ્યક્તિગત સમસ્યાઓનો સામૂહિક ઉકેલછે. સામૂહિક દબાવના કારણે ઋણ પરત ના કરવાની સંભાવના નહિવતહોય છે અને આંકડા પણ આ તથ્યને સાબિત કરે છે. બૅન્કિંગ ચેનલ ના દ્વાર ખૂલવાથી તેઓ ઊંચા વ્યાજ વાળી બાહ્ય લોનોના અનંત ચંગુલમાં થી મુક્ત થઇ રહી છે. આમ સ્વયં સહાયતા સમૂહ એક આર્થિક સશક્તિકરણ કરવાનું ઉત્તમ સાધન છે.
સ્વયં સહાયતા સમૂહ સ્ત્રીઓમાં જાગરૂકતા લાવે છે,તેમનામા શિક્ષણ પ્રત્યે જાગરુકતા વધારે છે,તેમની સુષુપ્ત શક્તિઓને ખીલવાનો મોકો આપે છે અને એકજુટ થઈ ને સમસ્યાનો સામનો કરવાની સમજણ અને શક્તિ આપે છે. આના પરિણામે, કેટલાય ગામો માં આવા સમૂહની બહેનો ભેગા થઈને ગામની દારૂની દુકાનોને સદંતર બંધ કરાવી છે અને ગામોને વ્યસન મુક્ત કરાવ્યાં છે.આમ સ્વયં સહાયતા સમૂહ સામાજિક સશક્તિકરણ કરવાનું પણ ઉત્તમ સાધન છે.
આર્થિક અને સામાજિક સશક્તિકરણ ના ફળ સ્વરૂપે બહેનો રાજનીતિ ને પણ સારી રીતે સમજી રહી છે અને પંચાયત રાજમાં પણ સફળ થઈ રહી છે.આમ સ્વયં સહાયતા સમૂહથીરાજનીતિક સશક્તિકરણતરફ પણ પ્રયાણ થઈ રહયું છે.
જ્યાં જ્યાં એસએચજીની સ્થાપના અને સંચાલન સાચા અર્થમાં સમૂહતેમજ વ્યક્તિગત વિકાસ માટે કરવામાં આવે છે. ત્યાં મહિલાઓ વ્યક્તિગત પ્રશ્નો ને એકબીજાની મદદ થી દૂર કરવાનો પ્રયાસ કરે છે. અને તેઓ માં સમૂહભાવના નું નિર્માણ થાય છે. સૌનોસાથ અને સૌનો વિકાસજેવા હેતુનેસ્વયં સહાયતા સમૂહ સાચા અર્થમાં સાકાર કરે છે. એક આદર્શ સહાયતા સમૂહના સભ્યો સમૂહના નિયમોનું અચૂક પાલન કરે છે.જેમ કે નિયમિત બેઠકકરવી,નિયમિત બચતકરવી,સમૂહમાં આંતરિક લેણદેણ કરવી,નિયત સમયે સમૂહમાથી મળેલ ઋણ સહાયને સમયસર પરત કરવી અને વ્યવસ્થિત હિસાબ રાખવો.
કેટલાક સમૂહનિષ્ફળ પણ જાય છે અને એના કારણ પણ સ્પષ્ટ છે. જેમ કે નિયમિત બેઠકના કરવી, સભ્યો દ્વારા નિયમિત બચતના કરવી,સમૂહમાં આંતરિક લેણદેણમાં અનિયમિતતા,નિયત સમયે સમૂહમાથી મળેલ ઋણ સહાયને પરત ના કરવી અને વ્યવસ્થિત હિસાબ ના રાખવો.સમૂહ દ્વારા યોગ્ય વ્યવશાયિક પ્રવૃત્તિનું ચયન ના થવું એ પણ સમૂહ ની નષ્ફળતાનું એક મુખ્ય કારણ છે. ઋણ લેવું એજ માત્ર ઉદ્દેશ્ય ન હોવો જોઈએ. પરંતુ એનો સદઉપયોગ કરીને વિકાસનું લક્ષ્ય રાખવું જોઈએ.માટેજઆવા સમૂહોને વધુ ને વધુ સફળ બનાવવા માટે“સ્વયં સહાયતા સખી” નો ફાળો ખૂબજ મહત્વનો છે. સ્વયં સહાયતા સખી બહેનોમાં સ્વયં સહાયતા સમૂહ માટેની જાગરુકતા લાવે છે,સરકારની તરફથી મળતી સુવિધાઓની જાણકારી આપે છે અને સમૂહ માં થતાં મતભેદોને ટાળવા અને હલ કરવા માટેનું માર્ગદર્શન આપે છે.

સ્વયંની સહાયતા નું ઉત્તમ સંયુક્ત સાધન એટ્લે સ્વયં સહાયતા સમૂહ
મારું થી આપણું નું પ્રયાણ એટ્લે સ્વયં સહાયતા સમૂહ.
તારી અને મારી સમસ્યાઑ આપણી બની ને જ્યાં સમાધાન મળી જાય,
એ ધામ એટલે સ્વયં સહાયતા સમૂહ.
તારી ને મારી નાની નાની બચત જ્યાં એક થઈને નાનકડી બઁક બની જાય,
એ સરળ વિત્તિય સમાવેશ એટલે સ્વયં સહાયતા સમૂહ.
સ્ત્રીના આર્થિક, સામાજિક અને રાજનૈતિક સશક્તિકરણનું સાધન એટ્લે સ્વયં સહાયતા સમૂહ

 

Shri Deepak Parmar
Director, SBILD BHAVNAGAR