આખલો જકાતનાકાના આણંદજી પાર્કમાંથી જુગાર રમતાં ૬ ગેમ્બલરો ઝડપાયા

921

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર  આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇનસ્પેકટર કે.એમ.રાવલ તથા સ્ટાફના માણસોએ આખલોલ જકાતનાકા, આણંદજી પાર્ક-૧, ભુમી કોમ્પલેક્ષની પાછળના ભાગે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો ગીરવાનસિંહ અભેસિંહ સરવૈયા ઉ.વ.૫૨, રહેવાસી- ફુલસર-કર્મચારીનગર, પ્લોટનં-૩૭૩ ભાવનગર, પ્રતિપાલસિંહ ખુમાનસિંહ સરવૈયા ઉ.વ.૩૧, રહેવાસી- ફુલસર-કર્મચારીનગર, પ્લોટનં-૩૭૩ ભાવનગર, બાબુભા જસુભા ગોહીલ ઉ.વ.૫૦ રહેવાસી- ચિત્રા, જી.આઇ.ડી.સી. પ્લોટનં-૧૨ ભાવનગર, રમેશભાઇ ભગવાનભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહેવાસી- ઇન્દીરાનગર, મફતનગર ભાવનગર,  સંજયભાઇ કમાભાઇ પરમાર ઉ.વ.૨૯ રહેવાસી- ખરકડી ગામ, તા.ઘોઘા જી.ભાવનગર,  રહીમભાઇ રહેમાનભાઇ મહેતર ઉ.વ.૫૦ રહેવાસી-ફુલસર, ઠાકરદ્રારા પાસે ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા રૂ઼.૧૧,૯૫૦/- તથા જુગાર સાહીત્ય સાથે ઝડપી પાડેલ તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.