સિહોરમાં ઘરે નમાજ પઢી રમજાન ઇદ મનાવવા મુસ્લિમ આગેવાનોની અપીલ

318
હાલમાં ચાલી રહેલા મુસ્લિમ ધર્મના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો એક માસ માટે રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે. ત્યારે રમજાન માસના અંતિમ દિવસે ચાંદ આધારિત રમજાન ઈદ મનાવાતી હોય છે. આથી આ દિવસે મુસ્લિમ બિરાદરો સિહોર ખાતે આવેલી મસ્જીદ પર એકઠા થઇ નમાજ પઢી દુઆ કરતા હોય છે.પરંતુ હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના લીધે આ વર્ષે આવનારી રમજાન ઈદના દિવસે બિનજરૂરી જાહેર જગ્યાએ હરવા ફરવાનું ટાળી દરગાહ, મસ્જીદ જેવા સ્થળોએ એકઠા થવું નહિ અને મુસ્લિમ ભાઈઓએ  પોતાના ઘરે રહી નમાજ પઢી દુઆ કરવી તેવી સિહોર સુન્નત વલ મુસ્લિમ જમાત ના આગેવાનો દ્વારા અપીલ કરી છે.

 

સંદીપ રાઠોડ