યાયાવર નભ વિહારી નો જીવ બચાવી ભય મુક્ત કરતાં પક્ષી પ્રેમીઓ

435

દુલૅભ અને પક્ષી વ્યાખ્યામાં આરક્ષિત શ્રેણીમાં સમાવિષ્ટ “નવરંગ” ની ભાવનગરમાં હાજરી નોંધાતાં પક્ષીપ્રેમીઓ રોમાંચીત….!

ભાવનગર શહેર મધ્યમાં આવેલ એક વિસ્તારમાં ગઈકાલે ઉડવામા અસમર્થ એક દુલૅભ પક્ષી મળી આવતાં પક્ષીપ્રેમીઓ તથા વન વિભાગે આ દુલૅભ પક્ષીને બચાવી ફરિ કુદરતી વાતાવરણ માં છોડી મૂકયું હતું ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અનેક કુદરતી પયૉવાસો વિવિધતા થી સમૃદ્ધ છે અને આ કુદરતી પયૉવાસો માં ત્રણેય ઋતુમાં દેશ-વિદેશથી અનેક પ્રકારના પક્ષીઓ ઋતુ ફેર તથા સંવંનકાળ માટે અત્રે આવે છે પરતું ગ્લોબલ વોર્મિંગ ના કારણે અનેક પ્રજાતિ ના પંખીઓ નામશેષ થવાની અણીએ પહોંચ્યા છે આવું જ એક પક્ષી જે દેખાવમાં કિંગફિશર જેવડું કદ ધરાવતું અને સ્થાનિક તળપદી ભાષામાં “નવરંગ” તરીકે ઓળખાતું આ પક્ષી દર વર્ષે ચોમાસામાં હિમાલય થી ઉડીને ચોમાસું ગાળવા અને સંવનકાળ અર્થે સૌરાષ્ટ્ર માં આવે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના હિંગોળગઢની વિડીઓમા જોવા મળે છે પરંતુ ભાવનગર શહેર જિલ્લામાં ભાગ્યેજ દેખાતું આ પક્ષી છેલ્લા બે વર્ષ થી ભાવનગર શહેર માં ચોમાસાની ઋતુમાં જોવા મળે છે ગઈકાલે યુનિવર્સિટી રોડ પર આવેલ બાંભણિયાની વાડીમાં રહેતાં એક ગૃહસ્થ ના આંગણામાં ટપકી પડયું હતું ઉડવામા અસમર્થ આ પક્ષી અંગે મકાન માલિકે રાજહંસ નેચરકલબ ને જાણ કરતાં હષૅદ રાવલીયા મલય બારોટ તથા વન વિભાગના કમૅચારીઓ લોકેશન પર પહોંચ્યા હતા અને પક્ષીને લઈને એનિમલ કેર સેન્ટર પર પહોંચી તેની તપાસ હાથ ધરી હતી જેમાં આ પક્ષી ને અસહ્ય ગરમી તથા “લૂ” લાગવાના કારણે ડિહાઇડ્રેટ થયું હોવાનું ફલીત થયું હતું પરંતુ વૅટરનરી ડૉક્ટર દ્વારા તત્કાલ સારવાર મળી જતાં બચી ગયું હતું જેને પક્ષી પ્રેમીઓએ 24 કલાક સારવાર તથા ઓબ્ઝર્વેશન માં રાખ્યાં બાદ 24 કલાક ના અંતે આ પક્ષી કુદરતી પયૉવાસમા પરત ફરવા સક્ષમ જણાતા હષૅદ રાવલીયા તથા ટીમે પુનઃ ગગનમાં મુક્ત કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે
“નવરંગ” એ બડૅ શેડ્યુઅલ ની શ્રેણીમાં આરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે નવરંગ ની ભાવનગર માં હાજરી નોંધાતાં પક્ષીપ્રેમીઓ રોમાંચિત બન્યાં છે

Previous articleઅમરેલી જિલ્લાની આરોગ્ય વિભાગ ની ટીમ ની અમદાવાદ ખાતે ઉમદા કામગીરી
Next articleઉનાળુ મગફળીની લાણી…