પ્રાણઘાતક હથીયારો લઇને નિકળી પડતા અને પોતાની સાંઢીયાવાડ વિસ્તાર મા ઘાક જમાવતા ઇસમને ભાવનગર શહેર તથા જીલ્લા ની હદ માથી છ માસ માટે હદપાર કરતી ગંગાજળિયા પોલીસ

817

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર રેંજના શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ માથાભારે ઇસમોને ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવા સુચના કરતા ગંગાજળિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ડી.જી.પટેલ સાહેબના* માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.સુખદેવસિંહ તથા પો.કોન્સ રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલ દ્વારા ગંગાજળિયા પો.સ્ટે વિસ્તાર માં આવેલ સાંઢીયાવાડ તથા આજુબાજુ ના વિસ્તાર મા અવાર નવાર પ્રાણઘાતક હથીયારો સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકી ઇજા પહોચાડતા ઇસમ ઇરશાદ ઉર્ફે બાદશાહ યુનુશભાઇ શેખ ઉવ.૨૪ રહે.કામળફળી ચોક અજય ટોકીઝ પાસે ભાવનગર વાળાના હદપારના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ. સાહેબનાઓ તરફ મોકલતા ભાવનગર શહેર તથા જીલ્લાની હદ માંથી હદપાર કરવાની દરખાસ્ત મંજુર થઇ આવતા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના સર્વલન્સ સ્ટાફ દ્વારા તેને પકડી પાડી હદપારીની બજવણી કરી ગાંધીનગર જીલ્લા ખાતે મોકલી આપેલ છે. આ કામગીરીમાં ASI એસ.એમ.ગોહીલ , ASI પી.એમ ધાંધલીયા હેડ.કોંન્સ એચ.બી.સોઢાતર તથા એમ.એમ.જોષી તથા એમ.એસ.ગોહિલ તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ગોહેલ તથા રૂપદેવસિંહ રાઠોડ તથા ક્રિપાલસિંહ ગોહીલ તથા હર્ષદસિંહ વાળા તથા લગ્ધીરસિંહ ગોહીલ તથા રવિરાજસિંહ ગોહિલ તમામ જોડાયેલ હતા

Previous articleઈશ્વરિયા ગામને સરકારી માધ્યમિક શાળા ફાળવવામાં આવતા ગ્રામજનોમાં આનંદ
Next articleઘોઘાના ચાવડા પરિવાર ના ભાણેજ એવા ક્યુટ જોડીયા ભાઇઓ ધર્મ અને ધ્યાન વાઘેલા નો આજે જન્મ દિવસ છે.