તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા ગામની સંરક્ષણ દિવાલના મુદ્દે ઉપવાસ પર બેસેલ

427

ઘોઘા ગામની સંરક્ષણ દિવાલના મુદ્દે અનેકવાર છેલ્લા 20 વર્ષથી સરકારશ્રીને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા આજ રોજ તૂટેલી સંરક્ષણ દીવાલ પાસે જ એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસેલ પરંતુ સરકાર દ્વારા પોલીસ વિભાગને આગળ કરી આંદોલન કારીઓ ની ધરપકડ કરી આંદોલન ને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

ત્યારે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવે છે કે આ મહાત્મા ગાંધીજી ના ગુજરાતમાં ,અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરનાર સરદાર સાહેબના ગુજરાતમાં અને અખંડ ભારત માં સૌ પ્રથમ પોતાનું રજવાડું દેશને સમર્પિત કરનાર નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ભાવનગરમાં અને મોગલો સામે ઘોઘા ની જનતાને કર(ટેક્સ) ના ભરવા તે માટે શહીદ થનાર વીર મોખદાજી ગોહિલના ઘોઘા માં જનતાના પ્રશ્નો માટે સરકાર અને તંત્ર દ્વારા પરમિશન ના આપવી દુઃખની વાત છે,

સરકાર ની તાનાશાહી,દાદાગીરી અને ધાકધમકી થી અમે ડરીશુ નહી અને પ્રજાના પ્રશ્નો માટે ગાંધી ચીંધ્યા માર્ગે લડતા રહીશું,પોલીસ દ્વારા સંજયસિંહ ગોહિલ સાથે રેવતસિંહ ગોહિલ (તાલુકા કોંગ્રેસ પ્રમુખ) તાલુકા પંચાયત ચેરમેન વનરાજસિંહ ગોહિલ સાથે ગામના સરપંચશ્રી અન્સાર રાઠોડ તથા ગામના આગેવાનો સોહિલભાઈ મકવા, મુકેશભાઈ ગોહિલ, કાસમભાઈ શેખ, લવજીભાઈ ગોહિલ, તેમજ સાથે રહેલા લોકસેવકો આગેવાનો;
મનુભા ગોહિલ (સરપંચશ્રી, ખરકડી), કિશોરસિંહ ગોહિલ (ઉપસરપંચ કુડા મલેકવદર), હરેશભાઈ ગાંધી(પ્રવક્તા કોંગ્રેસ સમિતિ), ઈસ્માઈલભાઈ શેખ (માજી સરપંચ, ઘોઘા), ઈસ્માઈલભાઈ બાનવા(માજી ઉપસરપંચ, ઘોઘા), રામદેવસિંહ ગોહિલ (મોરચંદ), નિલદીપસિંહ ગોહિલ (વરતેજ), જીતેન્દ્રભાઈ બાલધિયા, ડો. નૃપેશભાઈ જોશી, રવિરાજસિંહ ગોહિલ, રોહિતસિંહ ગોહિલ, જીવરાજભાઈ અણઝારા, હરેશભાઈ સોલંકી, ગોપાલભાઈ ગોહિલ, હર્ષદભાઈ ગોહિલ, યોગેશભાઈ મેર, દીપકભાઈ સોલંકી, દિનેશભાઈ ગુલાબભાઈ વેગડ, મહેમુદબાપુ ગૌસપાક દરગાહ, સુલેમાનભાઈ પટેલ, હનીફભાઈ મગલાણીયા, ઈકબલભાઈ મલેક, મહમદભાઈ અકબરભાઈ શેખ, કાસમભાઈ શેખ, લુકમાનભાઈ શેખ, કૌસરભાઈ શેખ, રાજુભાઈ ઘટાડ, અબુબકરભાઈ શેખ, યાકુજીભાઈ શેખ, યાકુબભાઈ સિંગાલી, દિનેશભાઈ સોલંકી, રિયાઝભાઈ કુરેશી, અશરફભાઈ શેખ, વાલુભાઈ મેર, વિનોદભાઈ ચૌહાણ વગેરે તથા ગ્રામજનો તેમજ તાલુકાના આગેવાનોની પણ ધરપકડ કરી ઘોઘા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા જ્યાં પણ બધાએ પાણી નો પણ ત્યાગ કરી ઉપવાસકાર્ય શરૂ રાખેલ છે,ગુજરાત સરકાર લોકશાહી ને ખતમ કરી રહી છે ત્યારે આ તો આંદોલન ની શરૂવાત છે જ્યાં સુધી દીવાલ નહિ બનાવાય ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રહેશે..

Previous articleઆવો કરીયે પર્યાવરણની જાળવણી” વિષયને લઈને ભાવનગરમાં નમૂનેદાર કામગીરી
Next articleભાવનગર ના બોરતળાવ માંથી સેન્ટીગ કામ કરતા યુવાન ની લાશ મળી