સૌથી મહત્વની બાબત તકેદારી,સાવચેતી અને જાગૃતિ રાખવાથી દુર્ઘટના કે બીમારીથી બચી શકાય છે.!! ૧૨૦ દિવસ થી દેશભરમાં લોક-અનલોક ડાઉનનાં દિવસો નિયમો પાળીને પસાર તો કર્યા પરંતું નિવેદનો આવે છે કે હવે પછીના દિવસો કોરોનાં સંક્રમણ નાં કઠીન છે.લોકોમાં ખુદ જાગૃતતા હોય તો ગમ્મે તેવી બીમારીને નાથી શકાય.દામનગરમાં મેડીકલ સ્ટોર ધરાવતાં પ્રિતેશભાઈ નારોલાએ સ્ટોરની બહારની બાજુએ હેન્ડવોશ અને સેનીટાઈજેશનની વ્યવસ્થા કરી છે.આજરોજ શુક્રવારે આવતાં ગ્રાહકો માટે હેન્ડવોશ માટેની સુવિધા શરુ કરાઈ છે. બીજા વેપારી મિત્રો પણ અનુકરણ કરે એવો વિચાર પ્રિતેશ નારોlલા એ વ્યકત કર્યો હતો.અહેવાલ અતુલ શુકલ.
















