ભાવનગર ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 8 દરવાજા ખોલાતા 17 ગામો ને અલર્ટ કરાયા

0
310

ભાવનગર ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 8 દરવાજા ખોલાતા 17 ગામો ને અલર્ટ કરાયા હતા.પાંચ વર્ષ બાદ ભાવનગર ને પીવાના પાણી અને સિંચાઈ પુરી પાડતો શેત્રુજી ડેમ છલોછલ ભરાતા ભાવનગર વાસી અને ખેડૂતો માં હરખ હેલી

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ મોડી સાંજે ફલક સપાટીએ પહોંચ્યા બાદ પણ પાણીની આવક અવિરત વધતાં અત્યારે ડેમના 8 દરવાજાઓ ખોલવામાં આવ્યાં છે ડેમ સ્થિત અધિકારીઓ ના જણાવ્યા અનુસાર હાલ 2000 કયૂસેક પાણીની આવક સામે 800 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે શેત્રુંજી ડેમના નિચાણવાળા વિસ્તારો 17જેટલા ગામડાઓને એલટૅ કરી દેવામાં આવ્યા છે જેમાં નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામ થઇ શકે પ્રભાવિત થશે. તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને પણ કરાયા સાવચેત શેત્રુંજી નદી માથી પસાર થવા પર મનાઈ ફરમાવી છે અત્યારે શેત્રુંજી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે ઉપરવાસમાં સારા વરસાદ ના કારણે ડેમ ની સપાટી વધી છે 2015 બાદ 2020 માં ફરી વખત શેત્રુંજય ડેમ 34 ફુટ ની સપાટી એ પહુંચી 34ફૂટે ડેમ ઓવરફ્લો થાય છે ભાવનગર વાસીઓ અને ખેડૂતો માટે એક વર્ષ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા હલ થઈ છે.

અહેવાલ= મૂળશંકર જાળેલા ભાવનગર

તસ્વીર= હાર્દિક ત્રિવેદી પાલીતાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here