પાલીતાણા શહેરમાં ઈદે એ મિલાદના તહેવાર નિમિત્તે મસ્જીદો તેમજ મહોલ્લાઓ લાઈટીંગ ડેકોરેશનથી ઝળહળી ઉઠ્યાં

1232

આગામી તા ૩૦ ઓક્ટોબર ના રોજ ઈસ્લામ ધર્મ ના સ્થાપક અને આખરી નબી પયગમ્બર હઝરત મોહમ્મદ રસુલ્લાહ સ.અ ના જન્મ દિવસ (ઈદ એ મિલાદ ) ના તહેવાર નિમિત્તે પાલીતાણા શહેર ની મસ્જીદો દરગાહઓ તેમજ શેરી મહોલ્લાઓ તેમજ મુસ્લિમ સમાજ ના લોકો ના ઘરો મા રંગ બે રંગીન લાઈટો ની રોશની ઝળહળી રહી છે આ વરસ કોરોના ની મહા મારી વચ્ચે દરેક ધામિક તહેવારો ને કોરોના નુ ગ્રહણ લાગ્યું છે ત્યારે પાલીતાણા મા પણ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ વષે ઈદે મિલાદ નુ ઝુલુસ કાઢવા મા નહી આવે મુસ્લિમ સમાજ ના લોકો ઘરે અને મસ્જીદ મા ઈબાત કરી ને ઉજવશે…