દિવાળી નિમિત્તે અકવાડા લેઈક ફ્રન્ટ ગાર્ડન, ગંગાજળીયા તળાવમાં વિનામૂલ્યે પ્રવેશ અપાશે

0
583

ભાવનગરની જનતાને દિવાળી પર્વની ભાવનગર મહાનગરપાલિકાની ભેટ ભાવનગરમાં સૌ પ્રથમ ફેમીલી માટે અકવાડા લેઈક કુન્ટ ગાર્ડન ભાવનગર મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન યુવરાજસિંહ કે ગોહિલની એક યાદી જણાવે છે કે મંત્રી વિભાવરીબેન દવે તથા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનાં પ્રયત્નથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વર્ણિમ જયંતિની ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ગંગાજળીયા તળાવ રૂા .૧૧.૫૦ કરોડનાં ખર્ચે તથા અકવાડા લેઈક ફૂન્ટ અંદાજીત રૂા .૧૨.૦૦ કરોડનાં ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નમુનારૂપ નઝારો બનાવવામાં આવેલ છે તેનું લોકાર્પણ તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંત્રીવિભાવરીબેન દવે તથા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા થોડા દિવસો પહેલા જ કરવામાં આવેલ છે .દિવાળીના તહેવારો આવતા હોવાથી જે બંને ફરવાલાયક સ્થળોનો ભાવનગરના લોકો મહતમ લાભ લઈ શકે તે હેતુથી દિવાળીના દિવસોમાં એટલે કે દિવાળીથી લાભપાંચમ સુધી ” વિનામુલ્ય ” અને ત્યારબાદ લાભપાંચમ પછી નજીવા દરે પ્રવેશ ફી તથા પાર્કીંગ ફી સાથે નીચે મુજબ રાખવામાં આવેલ છે .
આ કાર્ય માટે ભાવનગર મહાપાલિકાનાં.મેયર મનભા મોરી તથા અન્ય પદાધિકારીઓની તેમજ સ્ટેન્ડીંગ કમિટિની તથા સભ્યઓની લાગણી હતી તેને વધાવવામાં આવેલ છે અને તે માટે આ નિર્ણય કરેલ છે જેથી શહેરીજનોને સારી સુવિધા પ્રાપ્ત થશે વિગત ફી ના દર અકવાડા લેક ફૂન્ટ , પ્રવેશ ફી રૂા .૫ વ્યકિત દીઠ ૫ થી ૧૧ વર્ષના બાળક માટે રૂા ૧૦ વ્યકિત દીઠ ૧૧ વર્ષથી ઉપરના માટે ૦ થી ૫ વર્ષના બાળક માટે ફ્રી પાર્કીગ ફી રૂા .૫ ટુ વ્હીલર દીઠ રૂા ૧૦ ફોર વહીલર દીઠ ૩ ટ્રેન રાઈડીંગ ફી રૂા .૨૦ વ્યકિત દીઠ ૧૧ વર્ષથી ઉપરની વ્યકિત માટે પ્રવેશ નિષેધ , સિવાય કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે હોય એમ્યુઝમેન્ટ પાર્કમાં માત્ર ફેમીલી અથવા મહિલાઓ અને બાળકોને પ્રવેશ મળશે અથવા પુરૂષોને બાળકો સાથે હોય તો જ પ્રવેશ મળશે . ફી નાં દર ગંગાજળીયા તળાવ . પ્રવેશ ફી રૂ .૫ વ્યકિત દીઠ ૫ થી ૧૧ વર્ષના બાળક માટે રૂા .૧૦ વ્યકિત દીઠ ૧૧ વર્ષથી ઉપરના માટે ૦ થી ૫ વર્ષના બાળક માટે ફ્રી પાર્કીંગ ફી રૂા.પ ટુ વહીલર દીઠ પ્રતિ ત્રણ કલાકના રૂા .૧૦ ફોર વ્હીલર દીઠ પ્રતિ ત્રણ કલાકના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here