ગ્રીનસીટી દ્વારા મેયર તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના હસ્તે વૃક્ષારોપણ કરાયું

350

ગ્રીનસીટી સંસ્થા દ્વારા દિવાળી પછી નવા વર્ષના વૃક્ષારોપણનો પ્રારંભ લાભ પાંચમના શુભ દિનથી મેયર મનભા મોરી તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહના હસ્તે કરવામાં આવ્યો હતો . વૃક્ષનું વિધિવત પૂજન કરી વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો . હાલમાં જ ગ્રીનસીટી સંસ્થાએ કોર્પોરેશન પોથી હલુરીયા ચોકથી ક્રેસન્ટ સર્કલ સુધીનું ડીવાઈડર દત્તક લીધુ હતું . આ ડીવાઈડરમાં ધારાસભ્ય શ્રી વીભાવરીબેન દવે દ્વારા ટી – ગાર્ડમાં ચંપાના વૃક્ષો નાખવામાં આવ્યા છે . આજરોજ ગ્રીનસીટી દ્વારા આ ડીવાઈડરમાં બાકીની જગ્યામાં પીળી કરણના ૨૦૦ વૃક્ષો નાખવામાં આવ્યા હતા . હવેથી આ ડીવાઈડરના તમામ વૃક્ષોને પાણી પાવાની જવાબદારી ગ્રીનસીટી સંસ્થા સંભાળશે. આથી થોડા જ સમયમાં આ રોડ હરીયાળીથી ખીલી ઉઠશે. ઉલ્લેખનીય છે કે ગ્રીનસીટી સંસ્થાએ શહેરમાં જેટલા પણ ડીવાઈડર દત્તક લીધા છે. તેનું ખૂબજ કાળજીપૂર્વક જતન થઈ રહ્યું છે. નિયમિત પાણી પાવામાં આવી રહ્યું છે. આ વૃક્ષોને ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ પોતે જાતે પણ છોટા હાથીમાં બેસીને તેમના વ્યવસ્ત શીડયુલ વચ્ચે પણ રોજના ૩ કલાક પાણી પાવા જાય છે . ગ્રીનસીટીની એક માત્ર નેમ છે . ભાવનગર શહેરને હરીયાળુ બનાવવાની . આ માટે લોકોનો , દાતાઓનો , મીડીયાનો તથા કોર્પોરેશનનો સુંદર સહકાર મળી રહ્યો છે . આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, તારકભાઈ શાહ, પિયુષભાઈ વ્યાસ તથા સંસ્થાના અન્ય સભ્યો હાજર રહ્યા હતાં .

Previous articleલાલજી-વૃંદાના લગ્નના ઠાઠમાઠને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
Next articleનિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ