વીજ કંપનીઓનાં ખાનગીકરણ સામે વીજ કર્મચારીઓ દેખાવો કરશે : ર૬મીએ કાર્યક્રમો અપાશે

424

આગામી ર૬ નવેમ્બરે દેશભરમાં કર્મચારીઓને કામદારોને થતાં અન્યાયો સામે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિઓ-વીજ કંપનીઓનાં ખાનગીકરણ સામે વીજ કર્મચારીઓ પણ વિરોધ નોંધાવશે. તબકકાવાર કાર્યક્રમો જાહેર કરાયા છે. કેન્દ્ર સરકારની વીજ વિતરણ કંપનીઓ ના ખાનગીકરણ કરવાની નીતિ સામે લડત આપવા ઓલ ઈન્ડિયા પાવર એન્જીનીયર્સ ફેડરેશન અને નેશનલ કો-ઓર્ડીનેશન ઓફ ઈલેક્ટ્રીસીટી એમ્પલોય એન્ડ એન્જીનિયર્સ દ્વારા તા. ૨૬ નવેમ્બર ના રોજ સમગ્ર ભારત માં દેખાવો કરવાનું આયોજન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. જીયુવીએનએલની તમામ કંપનીઓમાં માન્યતા ધરાવતા યુનિયન કે એસોસિયેશન દ્વારા ગુરુવારે કાળી પટ્ટી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરશે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીબીયા, જીઇબીએસએસએ, જીવિકેયુએમ, એસ.વી.કે.એમ ની સંયુક્ત બનેલ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા તા.૨૬ નવેમ્બર ના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે અને બપોરે રીશેષ સમય દરમ્યાન ૨ વાગ્યાથી લઈને ૨.૩૦ સુધી સૌ વિજકર્મચારીઓ તથા ઇજનેરો દ્વારા તમામ ડિવિઝન, સર્કલ ,ઝોનલ ઓફિસો તથા – પાવર સ્ટેશન કોર્પોરેટ ઓફિસો ખાતે કોરોના અંગેની ગાઇડલાઈન અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ૨૦ થી ૩૦ ની મર્યાદીત સંખ્યામાં કર્મચારીઓ દેખાવો કે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરશે.

Previous articleફાયર સેફ્ટીનાં અભાવે ઘરશાળા,બી એન વિરાણી સ્કૂલને ફાયર વિભાગે સિલ માર્યા
Next articleસિહોર ના આંબલા ગામે પતિ પત્ની એ સજોડે આપઘાત