શહેરના પિરછલ્લામાં યુવાન પર છરીનાં ઘા ઝીંકાયા

565

શહેરનાં પિરછલ્લા શેરીમાં આજે ભર બપોરે એક યુવાન ઉપર ધડાધડ છરીઓનાં ઘા ઝીંકાયા નાસભાગ મળી જવા પામી હતી.
યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શહેરના ભરચક્ક ગણાતા અને દિવસભર બહેનોની ભીડથી વ્યસ્ત રહેતા એવા પિરછલ્લા શેરીમાં મેલડીમાતાનાં મંદિર પાસે આજે બપોરનાં સવા એક વાગ્યાનાં છરીનાં ધડાધડ ઘા ઝીંકી દેતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ બન્ને મિત્રો છે અને ઈજાગ્રસ્ત યુવાન પિરછલ્લા શેરીમાં રહેતો અને મેહુલ જોગી હોવાનું અને ડ્રાઈવીંગનો ધંધો કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.ઘટનાં બનવાની સાથે જ પિરછલ્લા શેરીની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામેલ અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યારે પોલીસને જાણ થતા તુરંત પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો આમ ભરબપોરે ભરચક્ક વિસ્તારમાં યુવાન પર છરીઓનાં ઘા ઝીંકાતા ચકચાર મચી જવા પામી છે. આરોપી પોલીસની હિરાસતમાં આવી ગયો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી ગયું છે.

Previous articleગાયે અનેક લોકોને શીંગડે ભરાવ્યા, સદનસીબે જાનહાનિ થઈ નથી
Next articleપ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન