પ્રજ્ઞાચક્ષુઓની વિશિષ્ટ શક્તિઓને નિહાળીે યુવરાજ જયવિરરાજસિંહજી અભિભુત થયા

776

સમગ્ર વિશ્વમાં ૩જી ડિસેમ્બરનાં રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળા ખાતે અંધઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રજ્ઞાચક્ષુઓની વિશિષ્ટ શક્તિને નિહાળી ભાવનગરનાં યુવરાજસિંહજી અભિભૂત થયા હતા અને સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી સહિત તમામને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે નવનિર્મિત ભવન સહિત વિવિધ વિભાગોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ હતું.
વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ૩ જી ડિસેમ્બરના રોજ આજે કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળા દ્વારા અંધઉદ્યોગ શાળા ખાતે વિવિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શાળાના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેનું લોકાર્પણ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે યુવારાણી કીર્તિરંજનીકુમારીબા ગોહિલ તેમજ કુમારી બ્રિજરાજદેવીબા ગોહિલ તથા દાતા મહેશભાઈ ગાંધી, મુકેશભાઈ ઓઝા, ઈન્દ્રસેનભાઈ શાહ, નરેન્દ્રભાઈ મહેતા, ભરતભાઈ મથુરીયા વિગેરે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે પજ્ઞાચક્ષુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને સમાજ સમક્ષ મુકવા ‘નવી દ્રષ્ટિનું તેજ’ વિશિષ્ટ પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં નેત્રહિનોનું શિક્ષણ, ટેકનોલોજીના સાધનો, કોમ્પ્યુટર અને લેપટોપ પર સ્ક્રીન રીડર સોફટવેરની મદદથી કામ કરતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તેમજ સ્પર્ષગમ્ય ત્રિ-પરિણામ્ય મોડલની મદદથી વિજ્ઞાનના પ્રયોગો ઉપરાંત વિવિધ કલાકૃતી, ઈલે. મોટર રિવાઈન્ડીંગ, રસોઈની રંગત અંતર્ગત હોમસાઈન્સ તથા આઉટ ડોર તથા ઈનડોર રમતો, સંગીત અને વિવિધ ગૃહઉદ્યોગની બનાવટો સહિતની પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા પ્રસ્તુતી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત આગેવાનોએ નિહાળી અભિભુત થયા હતા. અને સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી ઉપરાંત અંધઅભ્યુદય મંડળના મહેશભાઈ પાઠેક તથા હસમુખભાઈ ધોરડાને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું યુ-ટ્યુબ અને ફેસબુક પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

Previous articleવેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિજન દ્વારા સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન દિવસ નિમિત્તે બચાવ કામગીરીનુ પ્રદર્શન
Next articleલીંબુના ખરીદ ભાવ તળીયે જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન : ભાવ ગગડતા રસ્તે ફેંકાયા લીંબુ